GujaratMorbiSaurashtra

બે માસુમ બાળકીઓને ઉઠાવી લઈ જનાર વિધર્મી યુવકને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલયો

બાળકીઓના અપહરણ ના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં એક અઠવાડિયા પહેલા બે બાળકીઓનું એક વિધર્મી એ અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. જે અંગે બાળકીઓના માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈને કાર્યવાહી હાથ ધરીને એક અઠવાડિયામાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે. અને હાલ આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી જિલ્લાના ગ્રામ્ય પંથક ખાતે આવેલી એક સિરામિક ફેક્ટરી માં કામ કરી રહેલા શ્રમિક પરિવારની બે દીકરીઓ ગત 12 જુલાઈના રોજ ગુમ થઈ હતી. જેમાં એકની 8 ઉંમર 13 વર્ષ અને બીજી બાળકીની ઉંમર 8 વર્ષ હતી. ગુમ થયેલી બાળકીઓને માતા પિતાએ બધે જ શોધી પરંતુ તે ક્યાંય મળી આવી નહોતી.  બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું કે રાજકોટમાં વંશરાજનગર વિસ્તારમાં વસવાટ કરતા રજાક નામનો ઇસમ બંને બાળકીઓને લઇ ગયો હતો. જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બાળકીઓની માતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

નોંધનીય છે કે, બે નાની બાળકીઓના અપહરણના કેસની ગંભીરતાને ધ્યાને લઈને મોરબી તાલુકા પોલીસે આ મામલે તપાસ તેજ કરી હતી. અને આરોપી રજાક ની ધરપકડ કરી લીધી હતી. આરોપીએ પોલીસ પૂછપરછમાં સે આવ્યું કે, તેણે શારીરિક સંબંધ બાંધવાના ઇરાદે બંને બાળકીઓનું અપહરણ કર્યું હતું. ત્યારે પોલીસે હાલ તો આરોપી વિરુદ્ધ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ને વધુ તપાસ હાથ ધરી છે.