GujaratSouth GujaratSurat

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, ખાડીમાં પડી જતા બાળકનું કરૂણ મોત

સુરત શહેરથી માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. ચાર વર્ષનો બાળક રમતા-રમતા ખાડીમાં પડી જતા તેનું કરૂણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. બાળકના મોતના લીધે પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગીતા નગરમાં રહેનાર રામદેવ ચૌહાણ મજુરી કામ કરી જીવન પસાર કરે છે. એવામાં આજે રામદેવ ચૌહાણ નો ચાર વર્ષીય પુત્ર જીતેન્દ્ર ચૌહાણ ઘર પાસે મિત્રો સાથે રમી રહ્યો હતો તે સમયે રમતા-રમતા તે અચાનક ખાડીમાં પડી ગયો હતો. તેના લીધે સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર દોડી આવી હતા.

તેમાંથી વ્યક્તિ દ્વારા જીતેન્દ્રને બહાર કાઢી 108 મારફત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પર હાજર તબીબો દ્વારા જીતેન્દ્રને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતા પાંડેસર પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી. બાળકનો મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નોંધનીય છે કે, દિન પ્રતિદિન બાળકોના અકસ્માતના કેસોની ઘટનાસતત સામે આવી રહી છે થોડા દિવસ અગાઉ કચરો ફેંકવા ગયેલા બાળકનો પગલ લપસી જતા કરૂણ મોત નીપજ્યું હતું.

Related Articles