India

હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં મહિલા સાથે થઈ છેડછાડ, બહાર આવીને મહિલાએ સંભળાવી આપવીતી

ઓપરેશન દરમિયાન ડોક્ટરો દ્વારા બેદરકારી રાખવામાં આવે તેવી ઘટનાઓ તો તમે ઘણીવાર સાંભળી હશે. ઘણી વખત ડોકટરો દર્દીના પેટ કે શરીરના કોઈ ભાગમાં કોઈ વસ્તુ છોડીને પણ ભૂલી જતા હોય છે. પરંતુ આ વખતે ઓપરેશન દરમિયાન મહિલા સાથે છેડતી થઈ હોવાની વાત સામે આવી છે.

એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે સર્જરી દરમિયાન હોસ્પિટલના સ્ટાફે તેની સાથે છેડ કરી હતી અને તેના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કર્યો હતો. આ ઘટના કલકત્તાના એક પ્રસિદ્ધ હોસ્પિટલની છે જ્યાં મહિલા દર્દીએ સ્ટાફ ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે.

પીડિત મહિલા કોલકાતા ના આ હોસ્પિટલમાં ચાર તારીખે દાખલ થઈ હતી. જ્યાં તેની પિત્તાશયની સર્જરી કરવામાં આવી હતી. તેને પાંચ તારીખે ઓપરેટિવેશન થિયેટરમાં લઈ જવામાં આવી. તે દરમિયાન મહિલા ને ખૂબ જ ખરાબ અનુભવ થયો અને તેને મેડિકલ સ્ટાફ વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ નોંધાવી.

મહિલાની ફરિયાદ અનુસાર તેને સવારે 8:00 વાગે ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરવામાં આવી અને 9:00 વાગે એનેથેશ્યા આપવામાં આવ્યું. સર્જરી પછી બાર વાગે આસપાસ તે ભાનમાં આવી ગઈ હતી પરંતુ દવાની અસરના કારણે તે હલનચલન કરવા માટે અસમર્થ હતી. આ સમય દરમિયાન તેને અનુભવ્યું કે કોઈ વ્યક્તિ તેના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શી રહ્યું છે.

તેને કહ્યું કે તેની પાસે ઉભેલી કોઈ વ્યક્તિ તેને ખરાબ રીતે સ્પર્શ કરી રહી હતી પરંતુ તે સમયે તે કંઈ પણ કરવા માટે અસમર્થ હતી. કારણ કે તેના ઉપર દવાની અસર હતી. તેને એવું પણ કહ્યું કે જ્યારે તે ભાનમાં આવી તો તેણે પ્રાઇવેટ પાર્ટ પર નિશાન પણ જોયું હતું. મહિલાએ જણાવ્યું કે ઓપરેશન થિયેટરમાં તેની સાથે શું થયું તે તેને ખબર નથી પરંતુ તેને બ્રેસ્ટ ઉપર કોઈએ સ્પર્શ કર્યો હોય તેવા નિશાન દેખાતા હતા.આ મામલે પોલીસે પણ સંઘના લીધું છે અને અજ્ઞાત આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.