GujaratSouth GujaratSurat

સુરતમાં પાડોશીના બાળકને રમાડતા સમયે યુવક નીચે પટકાતા મોત, બાળકનો ચમત્કારી બચાવ

સુરત શહેરથી વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં એક નશાની હાલતમાં બાળકને રમાડતા સમયે બાળક સાથે યુવક નીચે પટકાતા યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. યુવકની વાત કરીએ તો તે ઘરના બીજા માળ પરથી બાળકને રમાડી રહ્યો હતો. એવામાં અચાનક બાળક સાથે નીચે પટકાતા યુવકનું મૃત્યુ થતા પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ઝારખંડનો અને હાલમાં લીંબાયતમાં આવેલ સંતોષ નગરમાં રહેનાર મુકેશ શાહુ રીક્ષા ચલાવી પરિવારનું ભરણપોષણ કરતો હતો. જે પડોશમાં રહેનાર બાળકને લઈને ઘરના બીજા માળ પર બાળકને રમાડી રહ્યો હતો તે સમયે અચાનક બાળક સાથે નીચે પટકાતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ત્યાર બાદ તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો આવ્યો હતો ત્યાં ટૂંકી સારવાર બાદ મુકેશનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક મુકેશની વાત કરીએ તો પરણિત છે અને બે વર્ષ પહેલા જ તેના લગ્ન થયેલા હતા. એવામાં મુકેશના મોતના લીધે પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. તેમ છતાં આ ઘટનામાં બાળકનો ચમત્કારી રીતે બચાવ થયો હોવાનું સામે આવ્યું છે.


આ મામલામાં મિત્ર રવિ કુમાર દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મુકેશ નશાની હાલતમાં રહેલો હતો અને તે પાડોશીના બાળકને બીજા માટે રમાડવા માટે લઇ ગયો હતો. તે દરમિયાન નીચે પટકાયો અને તેને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર બાદ મુકેશનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાળકને વધુ ઈજા પહોંચી નહોતી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે