GujaratSaurashtra

ભાવનગર મેડિકલ કોલેજના વિદ્યાર્થી સાથે થયેલા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવો

ભાવનગર ની મેડિકલ કોલેજથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કોલેજમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનો મામલો સામે આવ્યો છે. તેના લીધે ભાવનગરની મેડિકલ કોલેજ ચર્ચાનો વિષય બની છે. આ મામલામાં વિદ્યાર્થીઓ દ્વારા નિલમબાગ પોલીસ આરોપી વિદ્યાર્થી ને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મેડિકલ કોલેજમાં PG ના વિદ્યાર્થી દ્વારા UG ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચરવા સાથે પીડિત વિદ્યાર્થીને બદનામ કરવાનો પણ આક્ષેપ કરાયો છે. આ ઘટનાને લીધે ગઈકાલના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પણ આવી ગયા હતા. વિદ્યાર્થીઓની સાથે વિદ્યાર્થિનીઓ પણ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આવી ગયા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી લીધો હતો.

તેની સાથે વિદ્યાર્થીઓ ના ટોળા દ્વારા આરોપી વિદ્યાર્થી સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરાઈ છે. આ સિવાય વિદ્યાર્થીઓ દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પર પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, પોલીસ બદનામ કરનાર વિદ્યાર્થી સામે ફરિયાદ દાખલ કરવાનો ઇનકાર કરી રહ્યા છે. તેની સાથે નિલમબાગ પોલીસ દ્વારા આરોપી વિદ્યાર્થીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.