અમદાવાદના માધુપુરાથી આશ્ચર્યચકિત ઘટનાની સામે આવી છે. આ વિસ્તારમાં ઘરકંકાસમાં સાસરીયા દ્વારા જમાઈને એસિડ પીવડાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પિયરમાં બેઠેલી પત્નીને પરત લેવા માટે ગયેલા પતિ પર હુમલો કરી જબરદસ્તી એસિડ પીવડાવવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, ગીતામંદિર પાસે રહેનાર પ્રહલાદભાઈ વાઘેલા પોતાની પત્ની શિલ્પાને લેવા માટે માધુપુરા ગયેલા હતા. ત્યાં તેમની પત્ની, સાસુ અને સસરા દ્વારા પ્રહલાદભાઈને માર મારી એસિડ પીવડાવી દેવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ગુનો દાખલ વધુ કાર્યવાહી શરુ કરી છે.
અમદાવાદમાં માધુપુરા વિસ્તારમાં ઘર ઘટી છે. જેમાં એક યુવકને માર મારી એસિડ પીવડાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. પતિ-પત્ની વચ્ચેના ઝઘડાની અદાવતમાં પત્ની શિલ્પા, સાસુ શકુ પરમાર, સસરા મનોજ અને કૌટુંબિક સાળા દિપક પરમાર દ્વારા પ્રહાલદને માર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઘરની નીચે લઈ જઈ ચારેય લોકો દ્વારા ભેગા મળીને પ્રહલાદભાઈને એસિડ પીવડાવી દેવામાં આવ્યું હતું.
જાણકારી મુજબ, મૃતક પ્રહલાદભાઈ અને પત્ની શિલ્પાના લગ્ન 2010 માં થયેલા હતા. તેમને સંતાનમાં બે દીકરીઓ રહેલી છે. બન્ને પતિ-પત્ની વચ્ચે ઘર કંકાસ અને પારિવારિક ઝઘડો ચાલતો રહેતો હતો. એવામાં છેલ્લા એક મહિનાથી પત્ની શિલ્પા પોતાના પિયર માધુપુરા ચાલી ગઈ હતી. મૃતક પ્રહલાદ ભાઈ પત્નીને ઘરે પરત લાવવા માટે અનેક પ્રયત્નો કર્યા પરતું પત્ની પરત ન આવતા પ્રહલાદ ભાઈ 11 ઓગસ્ટના રોજ પત્નીને લેવા માટે ગયેલા હતા. જ્યારે રાત્રીના પત્ની અને સાસરીયાના લોકો દ્વારા મળી એસિડ પીવડાવી પ્રહલાદભાઈની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા બાદ તમામ લોકો ઘરબંધ કરીને નાસી જતા જતા માધુપુરા પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી કાર્યવાહી શરુ કરી છે.