અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે ઠંડીને લઈને કરી એવી આગાહી કે…..
ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. જ્યારે હજુ પણ ઠંડીનું જોર વધી શકે છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનોના લીધે ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. તેની સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ સુધી ઠંડા પવનો ફુંકાવાની શક્યતા છે. એટલે કે હવે રાજ્યમાં ઠંડી હજુ પણ વધી શકે છે. રાજ્યના લધુત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળી શકે છે. રાજ્યના લોકોએ આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે ઠંડી સહન કરવી પડશે.
તેની સાથે રાજ્યમાં હાલ ઠંડા પવન સાથે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનની અસરથી રાજ્યમાં ઠંડી વધારો થઈ શકે છે. એટલું જ નહીં, હજુ પણ કડકડતી ઠંડી પડવાની છે. કેમ કે, હવામાન વિભાગ દ્વારા કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિતના મોટભાગના શહેરોમાં તાપમાન 13 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે નલિયા 6.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ રહ્યું છે.
રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા અનેક શહેરોમાં ભારેથી અતિભારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીએ પહોંચી છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં જોવા મળી રહી છે. નલિયાનું તાપમાન 6 ડિગ્રી સુધી પહોંચી ગયેલ છે. તેના સિવાય અનેક શહેરોમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
હવામાન અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં માવઠું પડી શકે છે. જો માવઠું પડશે તો ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. અંબાલાલ પટેલ દ્વારા જાન્યુઆરીની શરૂઆતમાં વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળી શકે છે. જો માવઠું પડશે તો ખેતરમાં ઉભા પાકને નુકસાન થઈ શકે છે.