GujaratSouth GujaratSurat

સુરતમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરની ગંભીર બેદરકારી, પાર્કિંગ કરતા સમયે પાછળ ઉભેલી મહિલાને કચડી

રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે સરથાણા વિસ્તારમાં મહાનગર પાલિકાની એમ્બ્યુલન્સના ડ્રાઇવર દ્વારા એમ્બ્યુલન્સ પાર્ક કરતા સમયે મહિલાને કચડી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં આ ઘટનામાં મહિલાનો ચમત્કારિક રીતે બચાવ થઈ ગયો હતો. જ્યારે આ સમગ્ર ઘટનાસીસીટીવીમા કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ જ્યોતિ બિઝનેશ સેન્ટર નજીક એમ્બ્યુલન્સ આવી હતી. એવામાં ડ્રાઇવર દ્વારા એમ્બ્યુલન્સને રિવર્સ લઈને પાર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તે સમયે જ એક મહિલા તે જગ્યાએ ફોન પર વાત કરી રહી હતી. તેના પર ડ્રાઈવરનું ધ્યાન ન જતા એમ્બ્યુલન્સ રિવર્સ કરી લીધી હતી.

જ્યારે સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે, રીવર્સમાં લેતાં સમયે એમ્બ્યુલન્સના ડ્રાઈવર દ્વારા મહિલાને અડફેટે લેવામાં આવી હતી. તેના લીધે મહિલા જમીન પર પટકાઈ હતી. ત્યારબાદ મહિલા એમ્બ્યુલન્સના પાછળના ટાયર નીચે કચડાઇ પણ ગઇ હતી. જાણ થતા જ એમ્બ્યુલન્સના ડ્રાઇવર એમ્બ્યુલન્સ ઊભી રાખી દેવામાં આવી હતી. મહિલાના ખભાના ભાગે ઇજા ભારે પહોંચી છે. પાલિકાની એમ્બ્યુલન્સની ગંભીર બેદરકારીના લીધે એક મહિલા ઈજા પહોંચી છે. તેમ છતાં આ ઘટના બની હોવા છતાં મહિલાનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. મહિલાને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. આ મામલામાં હોસ્પિટલ દ્વારા સરથાણા પોલીસને જાણ કરી દેવામાં આવતા પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ શરુ કરી છે.