BollywoodIndia

એક મહિનામાં આટલા રૂપિયાનો ધુમાડો કરે છે અનુરાગ કશ્યપની દીકરી, જાણીને લાગશે નવાઈ

તમને જણાવી દઈએ કે અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ એક યુટ્યુબર છે. આલિયા અવારનવાર પોતાના ફોલોઅર્સ માટે નવા નવા વિડિઓ બનાવીને શેર કરતી હોય છે. તેમના ચાહકો પણ આલિયાના પર્સનલ જીવન વિષે ઘણુંબધું જાણવા માટે ઉત્સાહિત હોય છે. હમણાં જ આલિયાએ યુટ્યુબ પર આસ્ક મી એનીથિંગ એવું સેશન રાખ્યું હતું. એ પછી તેમના ચાહકોએ તેને અઢળક સવાલ પૂછ્યા હતા. આમાં એક સબસ્ક્રાઈબરએ તેને સવાલ કર્યો હતો કે તે એક મહિનામાં કેટલા પૈસા ખર્ચ કરે છે?

તેના જવાબમાં આલિયાએ કહ્યું, “મારે જે કરવું જોઈતું હતું તેના કરતાં પણ વધુ. મોટાભાગનો સમય હું ખોરાક અને કપડાં પાછળ વિતાવું છું. હું બે અઠવાડિયામાં એકવાર ઓનલાઈન શોપિંગ કરું છું, જે બિલકુલ સારું અને યોગ્ય નથી. હું પણ ઘણું ખાઉં છું. હું મારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવા માંગુ છું. હું તેના માટે ખૂબ પ્રયાસ કરી રહ્યો છું.”

આલિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતી હોય છે અને તે અવારનવાર પોતાના ફોટો અને વિડિઓ સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. આલિયા કેલિફોર્નિયાની ચેમ્પમેં યુનિવર્સીટીમાં ભણે છે. એક રિપોર્ટ પ્રમાણે આલિયાને ફેશન માર્કેટિંગમાં રસ છે એ તેના લીધે તેણે કોલેજ છોડીને ન્યુયોટિક અને યુરોપની કોલેજમાં એડમિશન લેવાનું વિચાર્યું. અનુરાગ કશ્યપની દીકરીએ બૉલીવુડમાં એન્ટ્રી કરવાની વાતને લઈને કહ્યું છે કે તે પોતાના જીવનનો નિર્ણય જાતે જ કરશે કે તેને શું કરવાનું છે.

જો આલિયા કશ્યપના અંગત જીવનની વાત કરીએ તો તે આ દિવસોમાં શેન ગ્રેગોયરને ડેટ કરી રહી છે. આલિયાએ જણાવ્યું હતું કે તે શેન સાથે ડેટિંગ એપ પર મળી હતી જે પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. આલિયાએ યુટ્યુબ પર એક વિડિયોમાં તેની ભાવિ યોજનાઓ અને બોયફ્રેન્ડ સાથેના સંબંધો વિશે પણ ઘણા ખુલાસા કર્યા છે.

આલિયાએ જણાવ્યું હતું કે તે કેવીરીતે પોતાના લોન્ગ ડિસ્ટન્સ સંબંધને મેન્ટેન કરે છે. આ સિવાય તે નવા વર્ષની ઉજવણી બોયફ્રેન્ડ સાથે ઉજવશે જેના લીધે તે ઉત્સાહિત છે. આલિયાએ નવા વર્ષના રીજોલ્યુંશન વિષે પણ ખુલાસાથી વાત કરી હતી. તેને કહ્યું હતું કે તે વર્કઆઉટ અને ફિટનેસને લઈને ખુબ કંસિસ્ટેંટ રહેશે. નવા વર્ષમાં તે હેલ્થી લાઇફસ્ટાઇલ જીવવા માંગે છે.

જણાવી દઈએ કે આલિયા કશ્યપ અનુરાગ કશ્યપની પહેલી પત્ની આરતી બજાજની પુત્રી છે. અનુરાગ કશ્યપ અને આરતી બજાજ એકબીજાથી અલગ થઈ ગયા હોવા છતાં બંને પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરે છે. આરતી અને અનુરાગે વર્ષ 1997માં લગ્ન કર્યા હતા. આ પછી તેમના ઘરે દીકરી આલિયાનો જન્મ થયો પરંતુ વર્ષ 2009માં બંનેના છૂટાછેડા થઈ ગયા અને તેઓ હંમેશા માટે એકબીજાથી અલગ થઈ ગયા.