GujaratAhmedabad

હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં હજુ આટલા દિવસ રહેશે વરસાદી માહોલ

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોના વિરામ બાદ ફરી વરસાદી માહોલ બની ગયો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સુરત, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે આગામી ચાર દિવસ મોટા ભાગનાં તાલુકાઓમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે.

હવામાન વિભાગ દ્વારા ચાર સપ્ટેમ્બર ના રોજ કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી અને ડાંગ માં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપ્યું છે.

તેની સાથે 5 સપ્ટેમ્બરના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 6 સપ્ટેમ્બરના રોજનવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવેલ છે. તેની સાથે 7 સપ્ટેમ્બરના રોજ નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.