SaurashtraGujaratJunagadh

ભાજપના ઉમેદવાર અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી ગુજરાતના પ્રવાસે, ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા માટે પ્રચાર કરશે

લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાવવાની છે. ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મી મેંના રોજ મતદાન યોજવાનું છે. આ મતદાન પહેલા જનમત હાંસલ કરવા માટે દરેક પાર્ટી દ્વારા પુરજોશથી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે પોરબંદર ખાતે કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના પ્રચારમાં જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલી પણ જોવા મળવાની છે. રૂપાલી ગાંગુલી ‘અનુપમા’ સીરિયલ થી ઘરમાં ઘરમાં જાણીતો ચહેરો છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં વર્ષ 2014  અને ત્યાર બાદ 2019 આમ છેલ્લી બે ટર્મથી ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપે ભવ્ય જીત મેળવ્યો છે. તેના પાછળનું સૌથી કારણ નરેન્દ્ર મોદી રહેલ છે. ત્યારે આ વખતે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે ભાજપના ઉમેદવારો મતદારો પાસે જઈ રહ્યાં છે. એવામાં અનુપમા સીરીયલથી ઘરે-ઘરે જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલી પણ આજે મનસુખ માંડવિયા માટે ગુજરાતમાં પ્રચાર કરવાની છે.

નોંધનીય છે કે, અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી પણ તાજેતરમાં જ ભાજપમાં જોઈન્ટ થઈ છે. એક અભિનેત્રી હોવાની સાથે સાથ હવે તે ભાજપની સ્ટાર પ્રચારક પણ રહેલ છે. રૂપાલી ગાંગુલી આજે પોરબંદરમાં  ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા માટે પ્રચાર કરવાના છે. પોરબંદરમાં સાંજે રૂપાલી ગાંગુલી રોડ શો યોજવાના છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, રૂપાલી ગાંગુલી આજે ગુજરાતમાં આવવાના છે. આજે બપોરના 4 : 30 કલાકે જુનાગઢના કેશોદ ખાતે કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયાના સમર્થનમાં રોડ શોમાં અભિનેત્રી રૂપાલી ગાંગુલી જોડાવવાના છે. રુપાલી ગાંગુલી દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, મનસુખ માડવિયાના સમર્થનમાં ગુજરાતમાં રોડ કરશે તેને લોકોને મોટી સંખ્યામાં જોડાવા માટે તેમને આહ્વાન પણ કર્યુ છે.