રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરવામાં આવેલ ટિપ્પણીને લઈને ચારો તરફ વિરોધ કરવામાં આવ્યો છે. એવામાં હવે સૂત્રો દ્વારા જાણકારી સામે આવી છે કે, પરશોતમ રૂપાલા ને વિવાદોની વચ્ચે દિલ્હીનું તેડું આવ્યું છે. ક્ષત્રિય સમાજના વિરોધને લઈને દિલ્હી બોલાવવામાં આવ્યા હોવાની જાણકારી સામે આવી છે. કેમ કે, ક્ષત્રિય સમાજ દ્વારા ઉમેદવાર બદલવાની સતત માંગ કરવામાં આવી રહી છે.
સૂત્રો દ્વારા જાણકારી સામે આવી છે. પરશોતમ રૂપાલા ને દિલ્હી ભાજપ દ્વારા બોલાવવામાં આવ્યા છે. તેઓ દિલ્હીમાં ભાજપના અગ્રણીઓ સાથે બેઠકમાં હાજર રહેવાના છે. પરશોતમ રૂપાલા ક્ષત્રિય સમાજ પર કરેલ ટીપ્પણી ના લીધે વિવાદોમાં રહેલા છે. તેમજ સમાજ ની બે વખત માફી માંગી હોવા છતાં સમાજ ઉમેદવાર બદલવાની માંગ કરી રહેલા છે. તેમ છતાં પરશોતમ રૂપાલા ની દિલ્હી મુલાકાત બાદ શું નિર્ણય સામે આવે છે તે જોવાનું રહેશે.
નોંધનીય છે કે, પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ નો વિરોધ યથાવત રહેલ છે. શુક્રવારના જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં રૂપાલા દ્વારા જાહેરમાં ક્ષત્રિયો સામેના નિવેદન બદલ માફી માંગવામાં આવી હતી. કરણી સેના સહિતના સંગઠનો દ્વારા રૂપાલાની માફીને સ્વીકારી આવી નહોતી. ક્ષત્રિય સંગઠન દ્વારા કહેવામાં આવ્યું છે કે, જયરાજસિંહ એકલા સમાજ તરફથી નિર્ણય ન લઈ શકે તેમજ જયરાજસિંહ જાડેજા કહેવામાં આવ્યું કે, આ વિવાદ હવે પૂર્ણ થયેલ છે.