ભાવનગરમાં બોલેરો કારનો સર્જાયો ગમખ્વાર અકસ્માત; બે ના મોત, ૧૮ લોકો ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત ભાવનગરથી સામે આવ્યો છે.
ભાવનગર જિલ્લામાં બોલેરોનો કારનો ભયંકર અકસ્માત થયો હોવાનું સામે આવ્યો છે. બોલેરો કાર પલટી ખાતા બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 18 જેટલા લોકોને ઈજા પહોંચતા તેમને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ભાવનગરના વલ્લભીપુરના પાટણા રોડ પાસે બોલેરો પીકઅપના ડ્રાઈવર દ્વારા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી બેસતા બોલેરો કારે પલટી ખાઈ લીધી હતી. આ દુર્ઘટનાના કારણે સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. સ્તાનિક લોકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર બે લોકોના મોત થયા છે. જ્યારે 18 લોકો ઈજાગ્રસ્ત તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.
તેની સાથે રોડની હાલત ખરાબ હોવાના કારણે અસ્ક્માત સર્જાયના વાહનચાલકની સાથે સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં જાણકારી સામે આવી છે કે, બોટાદના સુંદરિયાણા ગામે રહેનાર પરિવારનો અકસ્માત સર્જાયો હતો. હાલમાં પોલીસ દ્વારા આ મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.