health

દર ૧૫ દિવસે એક વખત આ રીતે કિડનીની સફાઈ કરો, કિડનીના રોગોથી બચવાનો એકમાત્ર ઉપાય…

નમસ્કાર દોસ્તો,કિડની એ આપણા શરીરનું એક બહુ જ અગત્યનું અંગ છે. કિડની એ એવું અંગ છે જે આપણા શરીરની અંદર લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે.શરીરમાં લોહીનું શુધ્ધીકરણ કરી કિડની પેશાબ બનાવે છે.કિડની પેશાબ દ્વારા બિનજરૂરી પ્રવાહી, ક્ષાર અને એસીડ આલ્કલીનું નિયમન કરે છે.

કિડની સતત કાર્યરત રહી શરીરમાં બનતા બિનજરૂરી અને ઝેરી પદાર્થોને પેશાબ દ્વારા દુર કરે છે.આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી જીવનભર કિડનીના રોગોનો ભોગ ન બનીએ આ માટે શું કરવું જોઈએ ? ચાલો વિગતે જાણીએ.જીવનભર કિડની તંદુરસ્ત રાખવી હોય તો દરેક માણસે દર ૧૫ દિવસે આ એક પ્રયોગ કરવો જ જોઈએ.

સૌથી પહેલા બજારમાંથી તડબૂચના બીજ લાવવા,જો તડબૂચની સિઝન હોય તો તડબૂચની અંદરના બીજ અલગ કરી સૂકવી દો અથવા કોઈ પણ ગાંધીની દુકાને આ બીજ મળી જશે.આ બીજને સૂકવી દો, ત્યારબાદ તેનો પાવડર બનાવો.બીજી વસ્તુ ગોખરુનો પાવડર લેવો.તે પણ કોઈ ગાંધીની દુકાને મળી જશે.

તડબૂચના પાવડરમાં વિટામિન મિનરલ્સ અને મેગ્નેશિયમ,ઝીંક વધુ પ્રમાણમા હોય છે.જે કિડનીને તંદુરસ્ત રાખે છે.જ્યારે ગોખરુ મૂત્રાલ અને રસાયણ છે,ગોખરુ એ કિડનીમાં કોઈ પણ કચરો જમા થવા દેતું નથી.આ પ્રયોગ ૧૫ દિવસે એકવાર કરવાનો છે,

આ માટે તમારે સૌથી પહેલા તપેલીમાં ૨ ગ્લાસ પાણી લઈ ગરમ કરવું, તેની અંદર બે ચમચી તડબૂચના બીજનો પાવડર અને ૨ ચમચી ગોખરુનો પાવડર ઉમેરવો. ત્યારબાદ આ પાણીને સારી રીતે હલાવી મિક્સ કરી દો.આ પાણીને ગરમ કરો,ચોથા ભાગનું પાણી બળી જાય પછી ચૂલો કે ગેસ બંધ કરી પાણી ઠંડુ થવા દો.ત્યારબાદ આ પાણીને ગળણીથી ગાળી દો.

આ પાણી સવાર-બપોર અને સાંજ એમ ત્રણ ટાઈમ અડધો-અડધો ગ્લાસ પાણી પીવાનું છે.જો તમે આ પ્રયોગ દર ૧૫ દિવસે કરશો તો તમારી કિડની એકદમ તંદુરસ્ત રહેશે. નોંધ : જો કોઈને કિડનીની બીમારી પહેલેથી હોય તો ડોક્ટર કે વૈદની યોગ્ય સલાહ પછી જ આ ઉપાય અપનાવવો.અમારી આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.