રાજકોટમાં લોકડાયરામાં ક્ષમા, માફી અને ઘૂંટડા પીવાની વાતો કરનાર લોકસાહિત્યકાર દેવાયત ખવડ હાલ ચર્ચાનો વિષય બનેલા છે. કેમ કે તેમના દ્વારા સાગરીતો સાથે મળી ગત સાતમી ડીસેમ્બરના રોજ સર્વેશ્વર ચોકમાં બિલ્ડર મયુરસિંહ રાણા પર ધોકા-પાઇપથી વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેના લીધે પોલીસ દ્વારા દેવાયત ખવડ હાલ ચર્ચાનો વિષય બનેલા છે. જ્યારે હવે આ સમાચારને લઈને મોટી જાણકારી સામે આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, દેવાયત ખવડ અને તેના સાગરીતોની મુશ્કેલીમાં વધારો થઇ શકે તેવા સમાચાર સામે આવ્યા છે. એ ડિવિઝન પોલીસે દેવાયત ખવડ અને તેના સાગરીતો વિરુદ્ધ ipc ની કલમ 120 (બી) નો ફરિયાદમાં ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. કોર્ટમાં પોલીસ રિપોર્ટ કર્યાની અંદર ફરિયાદીની ઓફિસ પાસે ગુનાના આરોપીઓ દ્વારા રેકી પણ કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે. આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને પ્રાપ્ત થયા છે. નોંધનીય છે કે, દેવાયત ખવડ સહિત તમામ ત્રણેય આરોપીઓ રિમાન્ડ પૂર્ણ થયા બાદ હાલ અત્યારે જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.
રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા તમામ આરોપીઓથી આ ઘટનાને અંજામ આપવા માટે કાવતરું ઘડ્યું હતું કે, નહીં તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી. તેમ છતાં પૂછપરછ દરમિયાન દેવાયત ખવડ સહિત તમામ લોકો દ્વારા કાવતરું રચી હુમલો કરવામાં બાબતમાં સ્પષ્ટપણે ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ આરોપીઓને જેલ હવાલે કર્યા બાદ પોલીસ દ્વારા એક બાદ એક પુરાવા એકત્રિત કરવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું. જે અંતર્ગત પોલીસે ગત 20 મી ડિસેમ્બરના રોજ કોર્ટમાં કાવતરાની કલમ ઉમેરવા માટે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીઓ દ્વારા રેકી કરવામાં આવ્યા બાદ મયુરસિંહ રાણા ઉપર હુમલો કરાયો હતો. મયુરસિંહ રાણાની ઓફિસ પાસે જ આરોપીઓ રેકી કરી રહ્યા હોય તે બાબતના સીસીટીવી ફૂટેજ પણ તપાસ દરમિયાન પ્રાપ્ત થયા છે. સીસીટીવી સિવાયના પણ બીજા પુરાવાઓ ઉપરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આરોપીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો તે પૂર્વ આયોજિત રહેલો હતો.
સાતમી ડિસેમ્બરના રોજ મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પોતાની ઓફિસથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે દેવાયત ખવડ સહિત બે વ્યક્તિ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર બાબતમાં દેવાયત સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અત્યારની પ્રયાસની કલમ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.