×
Advertisement
India

આંખો ચાલી ગઈ છતાં માની નહિ તેણે હાર અને આજે બની ગઈ IAS ઓફિસર

આજે આ લેખ દ્વારા અમે તમને પ્રાંજલ પાટીલની સફળતા વિષે જણાવશું. જે ફક્ત 6 વર્ષની ઉંમરમાં એક અકસ્માત દરમિયાન પોતાની આંખ ગુમાવી દે છે પણ તે ક્યારેય પણ પોતાની નબળાઈને પોતાના સપના ઉપર હાવી થવા દેતી નથી. નાની ઉંમરમાં જ પ્રાંજલએ પોતાની આંખો ગુમાવી દીધી હતી તેમ છતાં તેણે પોતાની લગન અને હિંમતથી હારી નહિ. સતત પ્રયત્ન કરીને અને ખુબ મજબૂત મનોબળ સાથે પ્રાંજલ પાટીલ એ મુકામ મેળવ્યું જેને મેળવવા માટે આજે ઘણા બધા હોશિયાર લોકો પણ થાકી જતા હોય છે. પ્રાંજલ એ વર્ષ 2017માં બીજી વાર પ્રયત્ન કરીને યુપીએસસી પરીક્ષા પાસ કરી લીધી અને તે આઈએએસ ઓફિસર બનવામાં સફળ રહી.

પ્રાંજલ પાટીલ મહારાષ્ટ્રના ઉલ્લાસનગરની છે. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ દાદર, મુંબઈમાં આવેલી શ્રીમતી કમલા મહેતા સ્કૂલમાંથી કર્યું, જે પ્રાંજલ જેવા ખાસ બાળકો માટે છે અને બ્રેઈલમાં અભ્યાસ કર્યો. અહીંથી 10મું કર્યા પછી, પ્રાંજલે ચંદાબાઈ કોલેજમાંથી આર્ટ્સમાં 12મું કર્યું, જેમાં તેણે 85% માર્ક્સ મેળવ્યા. આ પછી તેણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું.

જયારે તે કોલેજમાં હતું ત્યારે તેણે યુપીએસસી પરીક્ષા વિષે જાણ્યું હતું અને તે ખુબ પ્રભાવિત થઇ હતી પછી તેણે આ પરીક્ષા સંબંધિત જાણકારી મેળવી અને પછી તૈયારી કરવા લાગી. કોલેજ પુરી કરીને પ્રાંજલ દિલ્હી આવી ગઈ અને પછી જેએનયુથી તેણે MA કર્યું. પછી તેણે એમફીલ ઈન ટેક્નોલોજીની ડિગ્રી મેળવી અને પછી પીએચડી કરવા લાગી.

તમને જાણીને નવાઈ લાગશે કે પ્રાંજલ પાટીલે UPSC પરીક્ષાની તૈયારી માટે કોઈ કોચિંગ ન લેવાનો નિર્ણય લીધો હતો. હા, તેણે ખાસ સોફ્ટવેરની મદદથી તેની પરીક્ષાની તૈયારી કરી જે તેને માટે પુસ્તકો વાંચી શકે. આ ઉપરાંત પ્રાંજલ પાટીલે પણ ઘણા મોક ટેસ્ટ પેપર સોલ્વ કર્યા હતા અને ચર્ચામાં ભાગ લીધો હતો.

પ્રાંજલ પોતાની શારીરિક તકલીફને પોતાના સપનાને આડે આવવા દેતી નથી. તે ખુબ જ સારી રીતે મહેનત કરે છે. પ્રાંજલ પાટીલ વર્ષ 2016માં પહેલીવાર યુપીએસસીની પરીક્ષા આપી હતી જેમાં તેને ઓલ ઇન્ડિયામાં 773 રેન્ક મેળવ્યો હતો પણ અંધ હોવાને લીધે તેને રેલવે એકાઉન્ટ સર્વિસ નોકરી મળી. આમ છતાં તેણે હાર ન માની. જે બાદ પ્રાંજલ પાટીલે વર્ષ 2017માં ઓલ ઈન્ડિયામાં 124મો રેન્ક મેળવીને ઈતિહાસ રચ્યો હતો અને આ રીતે પ્રાંજલ પાટીલ દેશની પ્રથમ અંધ મહિલા આઈએએસ ઓફિસર બની હતી. પ્રાંજલ પાટીલે પોતાની મહેનત અને સંઘર્ષ દ્વારા તેના સપના સાકાર કર્યા.