AhmedabadGujarat

Ahmedabad: પીરાણા રોડ પાસે આવેલ સ્પંચ કંપનીમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર કરાયો

અમદાવાદ શહેરની એક કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.અમદાવાદના પીરાણા નજીક પીપડ રોડ પર બાલાજી પેટ્રોલ પંપ પાસે સ્પંચ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની જાણકારી સામે આવીછે. આગ લાગતા જ ઘટનાસ્થળ પર અફરા તફરીનો માહોલ સર્જાયો છે. આગ એટલી વિકરાળ છે કે દૂર દૂર સુધી આગના ગોટા ઉડતા જોવા મળી રહ્યા છે

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના પીરાણા નજીક પીપડ રોડ પર બાલાજી પેટ્રોલ પંપ પાસે સ્પંચ કંપનીમાં ભીષણ આગની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. કંપનીમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.

આગની ઘટનાને લઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો છે. પરંતુ આગ કુબ વિકરાળ હોવાના લીધે ફાયરબ્રિગેડની 14 ગાડીઓ ઘટનાસ્થળ પર બોલાવવામા આવી છે. ઘટનાને જોતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ફાયરની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ઘટનાને ધ્યાનમાં રાખતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળ પર દોડી આવી છે. તેની સાથે 108 ઈમરજન્સી ટીમની પણ મદદ લેવાઈ રહી છે. તેનાથી જો કોઈ વ્યક્તિને કોઈ ઈજાગ્રસ્ત થાય તો તેને તાત્કાલિક સારવાર મળી રહી છે. તેમ છતાં આ આગમાં હજુ કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.