CrimeGujaratNorth Gujarat

ગુજરાતમાં આ શું ચાલી રહ્યું છે? હવે ગાંધીનગરમાં પ્રેમીએ પ્રેમિકાનું કટર વડે ગળું કાપી નાખ્યું

રાજ્યમાં સતત ક્રાઇમના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જે હાલમાં જ સુરતમાં એક ઘટના બની હતી જે તેના એક તરફી પ્રેમીએ યુવતીનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી, જેના કારણે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી ત્યારે આજે પણ આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે, જે ગાંધીનગર માંથી સામે આવ્યું છે. જે આજે વધુ એક પ્રેમીએ તેની પ્રેમિકાની હત્યા કરી દીધી છે, ત્યારે હવે રાજ્યમાં પ્રેમી-પ્રેમિકાઓની હત્યામાં વધારો થઇ રહ્યો છે આજે વધુ એક હત્યાનો બનાવ સામે આવતા જે અઠવાડિયામાં જ આ બીજી ઘટના બની છે. જેને લઈને વધુ એક હત્યાના પડઘા રાજ્યમાં પડ્યા છે.

ગાંધીનગરમાં એક પ્રેમીએ તેની પ્રેમિકા પર કટર વડે હુમલો કરતા સગીરાને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ બનવાની જાણ થતાં જ સગીરાના કાકા ત્યાં આવી પહોંચ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. જે તાત્કાલિક 108ને બોલાવીને તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા. અને સાથે સાથે આ ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી.

જો કે પ્રેમીએ યુવતીનું ગળું કાપી દેતા તેના ગળાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી જેના કારણે તેના ગળાના ભાગે 30થી વધુ ટાંકા લેવા પડ્યા હતા. હાલમાં સગીરાને હોસ્પિટલ સારવાર શરૂ કરવામાં આવી રહી છે.આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરનાં લીંબોદરા ગામે ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરા આજે સ્કૂલમાં પરીક્ષા આપવા ગઈ હતી. ત્યારે સંજય સેધાજી ઠાકોર તેને રસ્તામાં મળ્યો હતો. અને કહ્યું કે તારા કાકા તને બોલાવે છે એટલે આ સગીરા તેના બાઈક પર બેસી ગઈ હતી. ત્યારબાદ તે તેને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો હતો.

ત્યારે તે અહીં તેની સાથે બળજબરી કરવા લાગ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે માથાકૂટ થઇ હતી. અને તેને ઉશ્કેરાઈને ધારદાર કટર વડે સગીરાના ગળાના ભાગે ઘા ઝીંકી ગળું કાપી દીધું હતું. અને બાદમાં તે ભાગી ગયો હતો. અને આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો સહિત પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. હાલમાં પોલીસએ આરોપી પ્રેમીને ઝડપી લેવામાં આવ્યો છે. અને પૂછપરછ શરૂ કરી છે.