Ajab GajabInternational

ગર્લફ્રેન્ડની શરત પુરી કરવા ખૂની બની ગયો વ્યક્તિ, શરત જાણીને તમને પણ ચોંકી જશો

પ્રેમ આંધળો હોય છે એ તો બધા જાણે જ છે પણ તે કેટલો આંધળો હોય છે એનો એક નમૂનો આજે અમે તમારી માટે લાવ્યા છીએ. અમુક લોકો પ્રેમમાં એટલા પાગલ હોય છે કે તેઓ એકબીજા માટે કશું પણ કરવા માટે તૈયાર થઇ જતા હોય છે. આવું જ કાંઈક થયું છે ચીનમાં અહીંયા એક 27 વર્ષના વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડની એક શરત પુરી કરવા માટે બે નાના માસુમ બાળકોની હત્યા કરી દીધી. એ વ્યક્તિએ એ રીતે હત્યા કરી કે જાણીને તમને ખુબ નવાઈ લાગશે.

અખબારમાં છપાયેલા સમાચાર મુજબ ગયા નવેમ્બરમાં ચીનના ચોંગકિંગ મ્યુનિસિપાલિટીમાં ટાવર બ્લોક પરથી બે બાળકોના મોતના સમાચાર આવ્યા હતા. પોલીસે બે બાળકોની ઓળખ 2 વર્ષના ઝાંગ રુઈશુ અને 1 વર્ષના ઝાંગ યાંગ્રુઈ તરીકે કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને બાળકો 27 વર્ષીય યુવક ઝાંગ બોના પુત્ર અને પુત્રી છે.

પોલીસ પ્રમાણે તે વ્યક્તિના પોતાની પત્ની સાથે ડાઇવોર્સ થઇ ગયા હતા અને તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માંગતો હતો. તે પુરુષ પોતાના બંને બાળક સાથે રહેવા માંગતો હતો પણ તેની ગર્લફ્રેન્ડ આની માટે તૈયાર હતું નહિ. તેણે ચોખ્ખું કહી દીધું કે તે પોતાના બાળકોથી દૂર નહિ રહે ત્યાં સુધી તે સાથે રહેવાનું વિચારી પણ શકશે નહિ. બીજી બાજુ કોર્ટના નિર્ણયને કારણે પણ તે વ્યક્તિ વધારે હેરાન હતો.

ઝાંગ બો અને તેની ભૂતપૂર્વ પત્ની ચેન મેઇલીનના છૂટાછેડા પછી, એક અદાલતે તાજેતરમાં ચુકાદો આપ્યો હતો કે પુત્રીની કસ્ટડી તેની માતાને આપવામાં આવશે, જ્યારે પુત્રની કસ્ટડી તેના પિતાને આપવામાં આવશે જ્યાં સુધી તે 6 વર્ષનો ન થાય. કોર્ટના આ નિર્ણયની જાણ તેની ગર્લફ્રેન્ડને થતાં જ તેણે બાળકોથી અલગ થવા માટે હોબાળો મચાવ્યો હતો. એક દિવસ જ્યારે બંને બાળકો ઝાંગ બો સાથે હતા ત્યારે તેની ગર્લફ્રેન્ડ ગુસ્સે થઈ ગઈ અને તેણે લાઈવ વીડિયો કોલ કરીને તેના કાંડાની નસ કાપી નાખી. આવું જોઈને તે પરેશાન થઇ જાય છે અને તે બંને બાળકોને બિલ્ડીંગના 15માં માળેથી નીચે ફેંકી દે છે. તેમાં 2 વર્ષની દીકરીનું તરત જ મૃત્યુ થઇ જાય છે. જયારે 1 વર્ષનો દીકરો થોડીવાર પછી મૃત્યુ પામી જાય છે.

જ્યારે પોલીસે ઝાંગ બોની ધરપકડ કરી ત્યારે પહેલા તેણે જૂઠું બોલ્યું કે બે બાળકો પડ્યા ત્યારે તે સૂતો હતો. તેણે રડવાનો ડોળ પણ કર્યો પરંતુ પોલીસે તેની કડક પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો અને પોતાનો ગુનો કબૂલી લીધો. ઝાંગ બોની ભૂતપૂર્વ પત્નીએ રડતાં કહ્યું કે તેણે પહેલા ગર્લફ્રેન્ડ ખાતર મને છૂટાછેડા આપ્યા અને પછી બાળકોની નિર્દયતાથી હત્યા કરી. બે મહિનાની અંદર કેસની સુનાવણી કર્યા પછી, ચીનની કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો અને ઝાંગ બો અને તેની ગર્લફ્રેન્ડ યે ચેંગશેનને મૃત્યુદંડની સજા સંભળાવી.