Gujarat

ગોંડલ: યુવતીએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, ગઈકાલે જ ટિકટોક આવો દુઃખ વ્યક્ત કરતો વિડીયો બનાવ્યો હતો

ગોંડલના દેરડીકુંભાજી ગામમાં કૃષિકા  વ્યાસ નામની યુવતી એ આપઘાત ર્ક્યો હોવાની ઘટના સામે આવી છે. તેણીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું.  કૃષિકા એ આપઘાત કેમ કર્યો તેનું કારણ જાણવા મળ્યું નથી પણ ગઈકાલે જ તેણીએ એક ટીકટોક વીડિયો બનાવ્યો હતો.

ગોંડલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. કૃષિકાએ દુઃખ વ્યક્ત કરતો ટિક્ટોક વિડીયો હજુ ગઈકાલે જ અપલોડ કર્યો હતો. ટિકટોક પર કૃષિકાના 1 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે.