IndiaSport

હાર્દિક પંડ્યાએ જાહેરમાં પત્ની નતાશાની મજાક ઉડાવી, વીડિયો થયો વાયરલ

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) હાલમાં IPL 2023 ની 16મી સીઝનમાં શાનદાર રમી રહ્યો છે. તે ગુજરાત ટાઇટન્સ ટીમની કપ્તાની સંભાળી રહ્યો છે, જેણે ગયા વર્ષે આ લીગની ટ્રોફી પણ જીતી હતી. એટલું જ નહીં વર્તમાન સિઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ પણ ગુજરાત છે. આ દરમિયાન હાર્દિક અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic)નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Hardik Pandya નો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના પરિવાર સાથે સમય પસાર કરતો જોવા મળી રહ્યો છે.પત્ની નતાશા સ્ટેનકોવિકની એક્ટિંગ જોઈને હાર્દિક પંડ્યા પણ હસવાનું રોકી શક્યો નહીં. આ વીડિયો નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા બંનેએ એકસાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હાર્દિક અને નતાશા વચ્ચે મેચ ચાલી રહી છે. ટીમ નતાશા અને ટીમ હાર્દિક ટોસ માટે મેદાન પર પહોંચ્યા. આ મેચમાં હાર્દિક પંડ્યાનો ભાઈ કૃણાલ પંડ્યા પણ હાજર છે અને કોમેન્ટેટર જતીન સપ્રુ પણ જોવા મળી રહ્યો છે. મેચ શરૂ કરતા પહેલા, ટોસની પરંપરાને અનુસરીને, હાર્દિકે હવામાં સિક્કો ઉછાળ્યો. મજા ત્યારે આવે છે જ્યારે નતાશા સિક્કાને હવામાં જોતી રહે છે અને પછી જમીન પર પડી જાય છે.

નતાશા માત્ર સિક્કાને જોતી રહે છે અને હાર્દિક શું કરશે તેની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યો છે. જોકે નતાશા કંઈ બોલતી નથી. આ પછી હાર્દિક પંડ્યા પણ તેના સિક્કા જોવાની નકલ કરે છે. બાદમાં ફરી ટોસ થાય છે, જેમાં નતાશા જીતે છે અને બેટિંગ કરવાનું પસંદ કરે છે. આ પછી જતિન તેને પૂછે છે કે તેણે બેટિંગ કેમ પસંદ કરી, તો નતાશા ક્રિકેટરોની સ્ટાઈલમાં જવાબ આપે છે કે પીચ ઘણી સારી છે.બાદમાં બધા ફરી હસે છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે