હવસખોર મામાએ ભાણેજ સાથે દુષ્કર્મ આચરીને ગુપ્તાંગમાં ભરી દીધું મરચું
ઘણા નરાધમો એટલા હવસખોર અને ક્રુર બની જતા હોય છે કે સંબંધોની મર્યાદા તોડવામાં પણ વિચારતા નથી. એવું જ કંઈક સુરત શહેરમાં સામે આવ્યું છે. જ્યાં એક નરાધમે પોતાની કૌટુંબિક ભાણેજ પર નજર બગાડીને તેની પર દુષ્કર્મ આચર્યું તેમજ તેના ગુપ્તાંગમાં મરચાની ભૂકી નાખી હોવાની ઘટના સામે આવી છે. હાલ તો આ નરાધમને પોલોસે ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી નિકુંજે પ્રેમ લગ્ન કર્યા હોવા છતાં પણ તેણે પોતાની કોટુંબિક ભાણેજ પર નજર બગાડી હતી. ભાણેજને રખાત તરીકે રાખવા માંગતા આરોપી નિકુંજે તેને પ્રેમજાળમાં ફસાવીને વર્ષ 2020માં ભાણેજને ભગાડીને લઈ ગયો હતો. ત્યારે રાંદેર પોલીસ મથકમાં યુવતીના માતા-પિતાએ ફરિયાદ પણ નોંધાવી હતી. આરોપીએ જુદી-જુદી જગ્યા પર લઇ જઈને યુવતી પર ત્રાસ ગુજાર્યો હતો. તેથી યુવતી આરોપીના ત્રાસથી કંટાળીને તેના ગામ દેલાસા ખાતે આવી ગઈ હતી. જેથી આરોપીએ આ વાતને મનમાં રાખીને યુવતીને ખૂબ માર મારી તેના ગુપ્તાંગના ભાગોમાં મરચાની ભૂકી નાખતા યુવતીની તબિયત બગડી ગઈ હતી.
નોંધનીય છે કે, યુવતીની તબિયત બગડતા તેને તાત્કાલિક અસરથી સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબો દ્વારા યુવતીને જરૂરી સારવાર આપવામાં આવી હતી. ઓલપાડ પોલીસને આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક અસરથી હોસ્પિટલ પહોંચી ગઈ ગતિ. અને યુવતીના નિવેદન લઈને ઓલપાડ પોલીસે આ મામલે વધુ આરોપી નિકુંજ વિરુદ્ધ દુષ્કર્મ, માનસિક તેમજ શારીરિક ત્રાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી હતી. તમને જણાવી દઈએ કે, ઓલપાડ પોલીસે આ કેસમાં આરોપી નિકુંજની ગણતરી ના કલાકોમાં જ ધરપકડ કરીને તેને જેલ ભેગો કરી દીધો હતો.