GujaratNorth Gujarat

દારૂ પીને દરરોજ પત્નીને કરતો હતો પરેશાન અને પછી એક દિવસ…

પતિ પત્ની વચ્ચે ઝઘડો થવો એ સામાન્ય બાબત છે. પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે પતિ સતત તેની પત્નીને પરેશાન કરતો હોય અને વ્યસન પણ કરતો હોય છે. ત્યારે આવા કિસ્સાઓમાં પત્નીઓનું જીવવું મુશ્કેલ બનતું હોય છે. અને પછી ના છૂટકે ઘણી વખત પત્ની ના કરવાનું કરી બેસતી હોય છે. આવું જ કંઈક થરાદમાં સામે આવ્યું છે. જ્યાં એક પતિ દરરોજ દારૂ પીને તેની પત્નીને પરેશાન કરતો હતો. જેથી પત્નીએ આ મામલે અભયમની મદદ માંગી હતી. ત્યારે અભયમ ટીમ આ સમગ્ર મામલે પતિને દારૂ પીધેલી હાલતમાં પોલીસ સ્ટેશન ખાતે લઈને આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગતરો દારૂ પીધેલી હાલતમાં એક ઇસમને તેની પત્ની સાથે અભયમ ટીમની ગાડીમાં થરાદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. થરાદ તાલુકાના ચાંગડા નામના ગામે વસવાટ કરતા 31 વર્ષીય ઉંમરના દિલિપ અશોકભાઈ દવે દરરોજ દારુ પીને ઘરે આવતા અને તેમની પત્નીને પરેશાન કરતા રહેતા હતા.

ઉલ્લેખનીય છે કે, અભયમની ટીમ જ્યારે દિલિપ અશોકભાઈને તપાસ માટે ગાડીમાં બેસાડીને થરાદ પોલીસ સ્ટેશન ખાતે લઈને આવી ત્યારે તે સમયે તે દારૂ પીધેલી હાલતમાં તે જોવા મળ્યા હતા. તે બોલે તો પણ તેમની જીભ લપસ્તી હતી. અને ચાલી પણ શકતા નહોતા. ત્યારે થરાદ પોલીસ સ્ટેશનમાં આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.