GujaratSouth GujaratValsad

વલસાડમાં ઘરની બારી સાફ કરવી મહિલાને પડી ભારે….

વલસાડના એક ગામથી વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં મહિલાને પોતાના ઘરની બારી સાફ કરવી ભારે પડી છે. કેમકે મહિલા બારી સાફ કરતા સમયે તે નીચે પટકાઈ હતી. તેના લીધે તેનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. વલસાડના ટૂકાવાડા ગામના અવધ ઉટોપિયામાં આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. તેની સાથે મહિલાના પરિવારજનોને ઘટનાસ્થળ પર જવા દેવામાં ન આવતા મહિલાના મોતને લઈને શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પારડી તાલુકાના રોહિણા ગામના ધનીયા ફળિયામાં રહેનાર 47 વર્ષીય આશાબેન સુભાષભાઈ પટેલ મંગળવારના રોજ ટુકવાડા ગામના અવધ ઉટોપિયાના મકાન નંબર 336 ના બીજા માળે ઘરકામ કરી રહી હતી. તે સમયે તે બારી સાફ કરતા સમયે નીચે પટકાતા તેમનું ઘટનાસ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. ત્યાર બાદ આ અંગે 108 ની ટીમને જાણ કરવામાં આવી હતી. એવામાં ઘટનાસ્થળ પર પહોંચેલ 108 ટીમ દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા મૃતક આશાબેનના પુત્ર વિરેન્દ્ર અને તેમના સંબંધીઓ અવધ ઉટોપિયા આવી ગયા હતા. પરંતુ એક સમયે તેમને ઘટના સ્થળ પર જવા દેવામાં ન આવતા પરિવાર દ્વારા મહિલાની હત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

Talati Exam Date: તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ અને કોલ લેટર તારીખ – 2023

આ પણ વાંચો: કાપ્યા વિના લાલ અને મીઠા તરબૂચને કેવી રીતે ઓળખવું? આ 3 રીતો જાણી લો

નોંધનીય છે કે, આ રેસીડેન્સીમાં સિક્યુરિટીનું વિષેશ ધ્યાન રાખવામાં આવે છે ત્યારે ત્યાં મહિલાની સુરક્ષાને લઇ પરિવાર દ્વારા પ્રશ્ન કરાયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પારડી પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહ પર કબજો મેળવી પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી શરુ કરી હતી.

આ પણ વાંચો: શું તમે પણ ડીટરજન્ટ પાવડર કે યુરિયા વાળું દૂધ પી રહ્યા છો? આ સરળ પદ્ધતિઓ દ્વારા ઘરે જ જાણો

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે