AhmedabadGujarat

સંબંધોને શર્મસાર કરતી ઘટના : અમદાવાદના રામોલમાં સસરાએ પુત્રવધૂ ઉપર દુષ્કર્મ આચર્યું

અમદાવાદના રામોલ વિસ્તારની શરમજનક ઘટના સામે આવી છે. જેમાં એક સસરા દ્વારા પુત્રવધુ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. જ્યારે દીકરાના લગ્નને ચાર મહિના જ થયા હતા અને તેના પિતા દ્વારા દીકરાની ગેરહાજરીમાં પુત્રવધુને બંધક બનાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ બાબતમાં પરિણીતા દ્વારા રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપી સસરાની ધરપકડ કરી આગલી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના પૂર્વમાં રામોલ વિસ્તારમાં રહેનાર સસરા દ્વારા જ પુત્રવધુ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. રામોલ વિસ્તારમાં પતિ, પત્ની અને સસરા એક જ મકાનમાં સાથે રહેતા હતા. એવામાં બે દિવસ અગાઉ પુત્ર નોકરી માટે ગયેલો હતો. તે સમયે સસરા દ્વારા હેવાનિયતની હદ વટાવવામાં આવી હતી.

ત્યાર બાદ પુત્રવધુ કપડા ધોઈને બાથરૂમની બહાર નીકળી તે સમયે જ સસરા દ્વારા પુત્રવધૂને પકડીને જમીન પર પછાડી દીધી હતી. ત્યાર બાદ પુત્રવધૂના હાથ પગ બાંધી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તેના લીધે પુત્રવધૂ ભયભીત થઈને પિયર ચાલી ગઈ હતી. પિયર જઈને પરિવારના લોકોએ સમગ્ર હકિકત જણાવી હતી. ત્યાર બાદ પુત્રવધૂ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપી સસરાની ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસ તપાસમાં જાણકારી સામે આવી છે કે, આરોપીના પુત્રના લગ્નના ચાર મહિના પહેલા જ થયા હતા. આરોપી અને તેનો પુત્ર નોકરી કરે છે જ્યારે પુત્રવધુ ઘરકામ કરતી હતી. એવામાં પુત્રના નોકરી ગયા બાદ નરાધમ સસરા દ્વારા પુત્રવધુ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બાબતમાં પુત્રવધુ દ્વારા રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.