GujaratIndiaNews

જો તમે ભુજમાં હોવ અને જમવા માટે કોઈ હોટેલનું નામ પૂછો તો મોટેભાગે આ રેસ્ટોરન્ટનું નામ સાંભળવા મળશે,

નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.

આજે આપણે વાત કરીશું ભુજ શહેરની.જ્યાં શહેરમાં ઉમિયાજી ડાઈનિંગ હૉલ નામની એક રેસ્ટોરન્ટ છે જે ખૂબ જ જાણીતી છે.અહીના માલિકનું નામ અશોકભાઇ પટેલ છે,જેઓ છેલ્લા ૧૧ વર્ષથી લોકોને ખૂબ પ્રેમ-ભાવથી જમાડે છે.તમે ભુજમાં હોવ અને જમવા માટે કોઈ હોટેલનું નામ પૂછો તો મોટેભાગે આ રેસ્ટોરન્ટનું જ નામ સાંભળવા મળશે.

અહી તમે ૧૮૦ રૂપિયામાં અનલિમિટેડ જમી શકો છો.જેમાં ૪ શાક,સ્વીટ,ફરસાણ,સલાડ,પૂરી,રોટલી,રોટલા,દાળ-ભાત,છાશ આ બધુ જ તમે ભરપેટ જમી શકો છો.અહી એક નોંધ લખેલ છે કે,જે કોઈ અન્નનો બગાડ કરશે તો ૨૦ રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવશે જેથી કોઈ બગાડ ન કરે.જો આપણે એડ્રેસની વાત કરીએ તો ભુજ શહેરમાં મુંદ્રા રોડ પર રિલાયન્સ મોલની બાજુમાં આ રેસ્ટોરન્ટ આવેલ છે.

અને છતાં પણ સરનામું ન મળે તો ૮૫૧૧૧૮૬૮૨૬ આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો.જો તમે ભુજમાં રહેતા હોય અથવા ભુજ બાજુ જાઓ તો ઉમિયાજી ડાઈનિંગ હૉલમાં જમવા ચોક્કસ જજો,ખૂબ જ સારું જમવાનું મળે છે.અમારી આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ