×
Advertisement
Ajab GajabIndia

કિન્નરના પ્રેમમાં પાગલ થયો યુવક, સાત ફેરા લઈને કર્યા લગ્ન

પ્રેમના અઢળક જાણી અજાણી વાતો અને વાર્તાઓ તમે સાંભળી હશે અનેક કહેવાતો અને ઘણી વાતો જાણી હશે એમાં તમે પણ સાંભળ્યું હશે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં પડેલ લોકો દુનિયાની પરવા કરતા નથી તેમને તો ફક્ત પ્રેમથી જ મતલબ છે. બાકીની દુનિયા શું કરે છે તેનાતી તેમને કશો જ ફરક પડતો નથી. આજે અમે તમને એવો જ એક અનોખો પ્રેમનો કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. આ વાત બિહારથી સામે આવી છે.
 
બિહારના સિવાનમાં પ્રેમમાં પડેલા એક વ્યક્તિએ કિન્નર સાથે લગ્ન કરી લીધા. આ અનોખા લગ્નને લઈને વિસ્તારમાં ચર્ચાનું બજાર પણ ગરમ છે. તે જ સમયે, હવે તે વ્યક્તિના ટ્રાન્સજેન્ડર સાથેના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આના પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

મીડિયામાં આવેલ જાણકારી પ્રમાણે આ વાત જિલ્લાના મૈરવા બજારની છે એ સમયે ગામમાં રહેવા વાળા લુટન રાજભરના દીકરા વિકાસ રાજભરએ કિન્નર રિતેશ સાથે લગ્ન એક કિન્યારના ઘરમાં જ કરી લીધા છે. આ દરમિયાન બીજા ઘણા કિન્નર ત્યાં હાજર હતા. લોકોએ આ કપલને ભેટ અને આશીર્વાદ પણ આપ્યા છે.

આ અજીબોગરીબ પ્રેમ કહાની વિશે એવું કહેવામાં આવે છે કે બંને લગભગ છ મહિના પહેલા મળ્યા હતા. શરૂઆતમાં બંને વચ્ચે વાતચીત થઈ અને પછી જોતા જ બંને પ્રેમમાં પડ્યા. આ પછી બંનેએ દુનિયાની પરવા કર્યા વગર એકબીજા સાથે લગ્ન કરી લીધા. જોકે, વિકાસનો પરિવાર આ લગ્નને સ્વીકારવા તૈયાર નથી. તે પોતાના પુત્રના નિર્ણયથી નારાજ છે.

નોંધનીય છે કે યુવક વિકાસ રાજભર લગ્ન અને અન્ય સ્થળોએ ઢોલક વગાડતો હતો. સાથે સાથે કિન્નર પણ ડાન્સ કરતા હતા. આ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. દુલ્હન બનેલા કિન્નર રિતેશે કહ્યું કે અમે બંને એકબીજા વગર રહી શકતા નથી. તેથી અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. સાથે જ વિકાસ રાજભરે કહ્યું કે મને રિતેશ ગમ્યો. તે ટ્રાન્સજેન્ડર છે, તેનાથી મને કોઈ ફરક નથી પડતો.

આ મામલે વિકાસના કહેવા મુજબ બંને છેલ્લા છ મહિનાથી સાથે રહેતા હતા. આવી સ્થિતિમાં લગ્ન કરીને તેઓ એકબીજા સાથે સામાજિક રીતે જોડાયેલા બની ગયા છે. બંનેને વિશ્વાસ છે કે તેઓ સારું જીવન જીવી શકશે. ભવિષ્યમાં નિરાધાર બાળકને દત્તક લઈને તેના પરિવારને આગળ લઈ જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, કિન્નર રિતેશ શરૂઆતથી જ છોકરો હતો. પરંતુ લગભગ એક વર્ષ પહેલા તે દિલ્હી ગઈ હતી અને તેનું સેક્સ ચેન્જ કરાવ્યું હતું અને પછી વિકાસ રાજભર સાથે લગ્ન કર્યા હતા.