×
Advertisement
GujaratIndiaNews

મેગી ખાવાના શોખીન લોકો માટે આ એક જગ્યા ઉત્તમ, અહી ૧-૨ નહીં પરંતુ ૧૦૦ થી પણ વધુ વેરાયટીની મેગી મળે છે,

નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.

તમે અત્યાર સુધી મેગી તો ઘરે બનાવીને ખાધી જ હશે પરંતુ શું તમે ૧૦૦ થી વધુ વેરાયટીની મેગી બનાવતા સાંભળ્યું છે ? હા આજે આપણે ભુજ શહેરની વાત કરીશું, જ્યાં ૧-૨ નહીં પરંતુ ૧૦૦ થી વધુ વેરાયટીની મેગી બનાવે છે,મેગીના ભાવ અલગ-અલગ હોય છે.

આ સિવાય ફાસ્ટફૂડ પણ મળી રહે છે.દુકાનના માલીકનું નામ રોનકભાઈ છે.તેમણે મેગીના આ ધંધામાં ૫ વર્ષ થયા છે.જો આપણે એડ્રેસની વાત કરીએ તો એરપોર્ટ રોડ પર, D Mart નજીક આ દુકાન આવેલ છે,જેનું નામ 2 મિનિટ્સ મેગી છે.અને છતાં પણ સરનામું ન મળે તો ૯૮૯૮૫ ૧૭૮૮૭ આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો.

જો તમે ભુજમાં રહેતા હોવ અથવા ભુજ બાજુ જાઓ તો મેગી ખાવા અહિયાં અવશ્ય જાઓ.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.