India

જાન લઇને નીકળ્યો મોટોભાઈ પણ દુલ્હનને લગ્ન કરીને લાવ્યો નાનો ભાઈ… જાણો શું છે ઘટના

ઉત્તર પ્રદેશના સંંભલમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે જે દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. અહીં એક ભાઈ ના લગ્ન થવાના હતા પરંતુ તેની પત્નીના નિકાહ તેના નાના ભાઈ સાથે કરવામાં આવ્યા. દુલ્હનની જાન ધામધૂમથી આવી હતી બંને પક્ષ ખૂબ જ ખુશ હતા પરંતુ અંતે દુલ્હનના લગ્ન દુલ્હા ના નાના ભાઈ સાથે કરવામાં આવ્યા.

હરિયાણા ગામનું રહેવાસી યુવક પહેલાથી જ લગ્ન કરી ચૂક્યો હતો તેના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા હતા પરંતુ તેને પત્ની સાથે બનતું ન હતું તેમની વચ્ચે દિવસ રાત ઝઘડા થતા રહેતા ત્યાર પછી બંને અલગ રહેવા લાગ્યા.

પત્નીથી અલગ રહેતો યુવાન ફરીથી બીજી યુવતી સાથે લગ્ન કરવાનો મન બનાવી ચૂક્યો હતો. તેણે કોઈને ખબર ન પડે તે રીતે અસ્મોલી વિસ્તારની યુવતી સાથે બીજા લગ્ન નક્કી કરી લીધા અને જાન લઈને લગ્ન કરવા પહોંચી ગયો.

જ્યારે યુવક ધ્યાન લઈને પહોંચ્યો તો તેનું સ્વાગત પણ ધામધૂમથી કરવામાં આવ્યું પરંતુ તે દરમિયાન જ તેની પહેલી પત્ની તેના બાળકો સાથે લગ્નમાં પહોંચી ગઈ અને ભારે હોબાળો કર્યો. ત્યાર પછી આ મામલે પોલીસને બોલાવવામાં આવી અને મહિલાએ બધા જ મહેમાનો અને યુવતીના પરિવારની સાથે પોતાના લગ્ન વિશે જાણકારી આપી.

ગામના લોકોએ મળીને યુવકના બીજા લગ્ન તોડી નાખ્યા. સાથે જ લગ્નની બધી જ તૈયારી થઈ ગઈ હોવાથી દુલ્હનના લગ્ન જાન લઈને આવેલા વ્યક્તિના નાના ભાઈ સાથે કરાવી દીધા. આ રીતે મોટો ભાઈ જાન લઈને આવ્યો હતો પરંતુ નાનુભાઈ લગ્ન કરી દુલ્હન સાથે ઘરે પહોંચ્યો

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે