Gujarat

ગોંડલ: એક નાની ભૂલને કારણે 16 વર્ષીય યુવકનું કમકમાટીભર્યું મોત,

માણસની એક સામાન્ય બેદરકારી જીવનમાં કેટલું બધું નુકસાન કરી શકે છે એ આજે હમણાં થોડા સમયમાં બનેલી એક દુખદ ઘટના પ્રતીત કરાવી જાય છે.આવી બનેલી એક ઘટના વિષે તમને જણાવી રહ્યા છીએ જે ઘટના રાજકોટના ગોંડલના મોવિયા ગામમાં ઘટી છે.તમને જણાવી દઈએ કે 16 વર્ષનો યુવક કે જેનું નામ વાસુ ચંદુભાઇ વાવડીયા હતું.આ ટ્રેક્ટરની સાઇડના ભાગમાં બેઠો હતો ત્યારે જ તરૂણને ખેતરમાં ચાલુ ટ્રેક્ટરમાં સામાન્ય ઝોકુ આવી ગયું હતું.

આ માસુમને ઊંઘનું સામાન્ય ઝોકુ આવી જતા તે ટ્રેક્ટરની નીચે પડી ગયો હતો અને તે ખેતરમાં ટ્રેક્ટર પાછળ જોડેલા રોટાવેટરમાં આવી ગયો હતો.આવું થતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વાસુના આ કમકમાટી ભર્યા અવસાનથી સમગ્ર પરિવાર અને આજુબાજુના વિસ્તારમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું.આ ઘટના બાદ યુવકના મૃતદેહને પીએમ માટે નજીકની હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારબાદ માં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.