Gujarat

PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી ને નડ્યો ગંભીર અકસ્માત, પરિવાર સાથે જઈ રહ્યા હતા મૈસૂર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારનો મૈસુરથી બાંદીપુર જતા અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. સૂત્રો મુજબ, કારમાં સવાર પરિવારના સભ્યો સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. માત્ર પરિવારના સભ્યોને સામાન્ય ઈજાઓ થઈ છે. મૈસુરના ડેપ્યુટી કમિશનર સીમા લટકર અકસ્માતનો ભોગ બનેલા લોકોની હાલત પૂછવા માટે હોસ્પિટલ ગયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, કર્ણાટકમાં મંગળવારના બપોરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને અકસ્માત થયો હતો. કારમાં પ્રહલાદ મોદી સહિત તેમના પુત્ર મેહુલ મોદી, પુત્રવધૂ જીનલ મોદી અને પૌત્ર મહાર્થ મોદી સહિત 5 લોકો સવાર રહેલા હતા. દરેક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં કારની ડ્રાઇવર સાઇડ મોટું નુકસાન પહોંચ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમ છતાં કોઈની હાલત ગંભીર રહેલ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારનો કર્ણાટકના મૈસૂર પાસે અકસ્માત થયો હતો. અહેવાલ અનુસાર, અકસ્માત સમયે પ્રહલાદ મોદી તેમના પુત્ર અને પુત્રવધૂ સાથે રહેલા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત કર્ણાટકના મૈસૂર તાલુકાના કાડાકોલા પાસે ત્યારે બન્યો હતો. જ્યારે રસ્તા પર આવી રહેલા એક વ્યક્તિને બચાવવા માટે કારના ચાલક દ્વારા બ્રેક લગાવવામાં આવી હતી. તેના લીધે કારણે કાર ફૂલ ઝડપે રોડના ડિવાઈડર સાથે ટકરાઈ ગઈ હતી. બપોરના સમયે આ અકસ્માત થયો હતો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે