પુરુષોત્તમ રૂપાલા નો વિરોધ યથાવત, બારડોલીમાં રાજપૂત સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને કરી માંગણી કે…..
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં પુરુષોત્તમ રૂપાલા ને લઈને બીજા એક સમાચાર સામે આવ્યા છે. બારડોલીમાં પુરુષોત્તમ રૂપાલાની વિરોધ કરવામાં આવ્યો છે. બારડોલીના રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા આગેવાનોને સાથે રાખીને પ્રાંત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી.
તેની સાથે બારડોલીમાં રાજપૂત સમાજ ટ્રસ્ટ ની સાથે-સાથે રાજપૂત સમાજના આગેવાનો તેમજ કરણી સેનાના હોદ્દેદારો પણ બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા માટે એકઠા થયા હતા. કોઈ પક્ષ કે અન્ય કોઈ સમાજ નો વિરોધ નથી, પરંતુ માત્રને માત્ર પરશોત્તમ રૂપાલા ને બદલે અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ સિવાય ઉમેદવાર બદલવામાં નહીં આવે તો મહિલાઓ દ્વારા પણ ઉગ્ર લડત ની ચીમકી આપવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, છેલ્લા દસ દિવસથી ગુજરાત રાજ્ય રાજપૂત સંકલન સમિતિના હેઠળ ક્ષત્રિય સમાજ દ્વારા લડત લડવા માં આવી રહી છે. શાંતિપૂર્ણ રીતે ક્ષત્રિય સમાજ પોતાની માંગને લઈને લડત લડવા માં આવી રહી છે. તેમ છતાં ભાજપ પક્ષ દ્વારા હજુ પણ ઉમેદવાર બદલવાની માંગ લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેના લીધે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ રહેલો છે.
નોંધનીય છે કે, પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ નો વિરોધ યથાવત રહેલ છે. શુક્રવારના જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં રૂપાલા દ્વારા જાહેરમાં ક્ષત્રિયો સામેના નિવેદન બદલ માફી માંગવામાં આવી હતી. કરણી સેના સહિતના સંગઠનો દ્વારા રૂપાલાની માફીને સ્વીકારી આવી નહોતી. ક્ષત્રિય સંગઠન દ્વારા કહેવામાં આવ્યું છે કે, જયરાજસિંહ એકલા સમાજ તરફથી નિર્ણય ન લઈ શકે તેમજ જયરાજસિંહ જાડેજા કહેવામાં આવ્યું કે, આ વિવાદ હવે પૂર્ણ થયેલ છે.