GujaratSouth GujaratSurat

સુરતમાં શંકાશીલ પૂર્વ પતિએ પત્ની સાથે કર્યું એવું કે જાણીને ઉડી જશે તમારા હોશ

સુરત શહેરથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. સુરતમાં એક પૂર્વ પતિ દ્વારા ક્રુરતાની તમામ હદો વટાવવામાં આવી છે. રાંદેરની આ ઘટનામાં પૂર્વ પતિ દ્વારા જ પૂર્વ પત્નીને HIV પોઝિટિવ યુવકના લોહીનું ઈન્જેક્શન આપી દીધું હોવાનું સામે આવ્યું છે. રાંદેર વિસ્તારમાં પૂર્વ પતિ દ્વારા શંકાના આધારે સજા આપવામાં આવતા પૂર્વ પત્નીનું જીવન બરબાદ થઈ ગયું છે. આ પૂર્વ પતિને તેની પૂર્વ પત્નીના ચારિત્ર્ય પર શંકા રહેલી હતી અને તેના લીધે તેને તેની પૂર્વ પત્ની સાથે ના ભરવાનું પગલું ભરી લીધું હતું.

રાંદેરના આ હેવાન પૂર્વ પતિ દ્વારા પૂર્વ પત્નીને HIV પોઝિટિવ યુવાનનું લોહી ઈન્જેક્શનના માધ્યમથી ચડાવવી દેવામાં આવ્યું હતું. પૂર્વ પતિને પૂર્વ પત્ની પર શંકા રહેલી હતી. તેનું સમાધાન લાવવાના બદલે તેના દ્વારા પૂર્વ પત્નીને ન આપવાની સજા આપી દીધી હતી. HIV પોઝિટિવ લોહી ચડાવાયા બાદ પીડિતા બેભાન થઈ ગઈ હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી.

તેમ છતાં પીડિતના હોશમાં આવતા જ તેના પૂર્વ પતિની કાળી કરતૂતનો પર્દાફાશ થઈ ગયો હતો. પૂર્વ પત્ની દ્વારા જણાવવામાં આવ્યું પૂર્વ પતિ દ્વારા તેને ઈન્જેક્શન મારવામાં આવ્યું હતું. આ બાબતમાં પોલીસ દ્વારા જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે, પૂર્વ પતિ દ્વારા તેને HIV ગ્રસ્ત યુવાનનું લોહી ઈન્જેક્શનના માધ્યમથી ચડાવવામાં આવ્યું છે. પોલીસ પણ આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને હાલ પોલીસ દ્વારા આ હેવાન પૂર્વ પતિની ધરપકડ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, બે મહિના અગાઉ આ યુગલના છૂટાછેડા થયા હતા. પરંતુ આ પૂર્વ પતિના મનમાં બીજો જ કોઈ પ્લાન રહેલો હતો. તેના લીધે તેણે પૂર્વ પત્નીને ક્રિસમસ નિમિતે મળવા માટે બોલાવી હતી. અડધો દિવસ તેઓ સાથે રહ્યા અને સાંજના છુટા પડવાના સમયે પૂર્વ પતિ દ્વારા તેને ઈન્જેક્શન આપી દેવામાં આવ્યું હતું. તેમ છતાં ઘટનાની જાણ થતા જ રાંદેર પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ પતિની અટકાયત કરી લેવામાં આવી છે.