India

રશ્મિકાનું દિલ આવ્યું છે એક પરણિત અભિનેતા ઉપર બે બાળકોના પિતા છે આ અભિનેતા

નેશનલ ક્રશ બનેલ સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાનાની એક એક અદાના આજે લાખો લોકો દીવાના છે. રશ્મિકાના એક એક ફોટો અને વિડિઓ પર લોકો અઢળક પ્રેમ દર્શાવતા હોય છે. તેને એક નજર જોવા માટે તેમના ચાહકો ખુબ જ આતુર રહેતા હોય છે. આમતો રશ્મિકાનું નામ એ તેની ફિલ્મ ‘ગીતા ગોવિંદમ’ના અભિનેતા વિજય દેવરકૌડા સાથે જોડવામાં આવ્યું છે પણ હજી સુધી તેમણે પોતાના સંબંધોને લઈને કોઈપણ વાત જાહેર કરી નથી. અત્યારે રશ્મિકાના ચાહકો ઘણા બધા છે પણ તે કોની ચાહક છે એ જાણવું ખુબ જોવા જેવું રહેશે.

હમણાં સમાચાર આવ્યા છે કે રશ્મિકાએ બે પરિણીત બાળકોના પિતા પર તેનું હૃદય ગુમાવ્યું છે અને તેને પોતાનો ક્રશ કહ્યું છે. એટલું જ નહીં, રશ્મિકા કહે છે કે તેણે તેના સપના પણ જોવાનું શરૂ કરી દીધું છે. રશ્મિકા મંડન્નાએ ફિલ્મ ‘ભીષ્મ’ના પ્રમોશન દરમિયાન ઘણી વાતો કરી હતી. આ દરમિયાન તેણે જણાવ્યું કે તે વિજય જોસેફ એટલે કે ફિલ્મ ‘માસ્ટર’ના હીરો થાલાપતિ વિજય સાથે તેનો ડ્રીમ રોલ કરવા માંગે છે.

તમિલ સુપરસ્ટાર વિજય જોસેફ એટલે કે થાલપતીવિજય એ પરણિત છે એ તે બે બાળકના પિતા છે. પણ રશ્મિકા એ તેમની બહુ મોટી ચાહક છે અને તે તેમને પોતાનો ક્રશ માનવા લાગી છે. રશ્મિકા કહે છે કે,’ હું તમિલ ક્લચરથી ખુબ પ્રભાવિત છું અને ખાસ કરીને ત્યાંના ભોજનથી. મને તમિલ ભોજનથી પ્રેમ થઇ ગયો છે અને એ જમવાનું ખુબ જ ડિલિશિયસ છે. આશા રાખું કે હું એક તામિલિયન સાથે લગ્ન કરું અને તામિલનાડુનું વહુ બનું.’ તમને જણાવી દઈએ કે વિજય એ પરણિત છે.

તમને જણાવી દઈએ કે, જ્યારથી રશ્મિકા મંદન્ના નેશનલ ક્રશ બની છે ત્યારથી તેની પાસે ફિલ્મોની ભરમાર છે. તેને બોલિવૂડમાંથી ઘણી ફિલ્મોની ઓફર પણ કરવામાં આવી છે. તે જ સમયે, તે સાઉથ ઈન્ડસ્ટ્રીની મોટી અભિનેત્રી બની ગઈ છે અને માત્ર એક ફિલ્મ કરવા માટે 2 કરોડ રૂપિયાથી વધુ લે છે. રિપોર્ટ્સનું માનીએ તો રશ્મિકા મંદન્ના ટૂંક સમયમાં જ ફિલ્મ ‘મિશન મજનુ’થી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગ મુકવા જઈ રહી છે. તમને જાણીને નવાઈ લાગશે પણ રશ્મિકાને ફિલ્મોમાં આવીએ હજી ફક્ત 4 વર્ષ જ થયા છે. તેણે અત્યાર સુધી 10 ફિલ્મોમાં જ કામ કર્યું છે અને આજે અઢળક લોકો તેના ચાહકો બની ગયા છે.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ