BollywoodIndia

જયારે શિલ્પા શેટ્ટીના ઘરે ખુબ રડ્યા હતા સલમાન ખાન, બંનેએ યાદ કર્યા જુના દિવસો.

બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી એ અભિનયની દુનિયામાં એક ખાસ ઓળખાણ છે. શિલ્પા પોતાની ફિલ્મો સાથે સાથે પોતાની ફિટનેસ બાબતે પણ ખુબ ઓળખાય છે. તેણે પોતાના કરિયરમાં મોટા સુપરસ્ટાર સાથે કામ કર્યું છે અને તેમાંથી એક નામ ચ્ચે સલમાન ખાન. સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીએ ‘શાદી કરકે ફસ ગયા યાર’, ‘ફિર મિલેંગે’ અને ગર્વ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ જોડીને એકસાથે ફિલ્મમાં ખુબ પસંદ કરવામાં

તમને જણાવી દઈએ કે, સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી એકબીજાના ઘણા સારા મિત્રો છે. 90ના દશકમાં સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીના અફેરના સમાચારો પણ ઉડ્યા હતા, તેમ છતાં તેઓએ દુનિયાની સામે ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો ન હતો. પરંતુ આજે પણ આ જોડી એકબીજાની ખૂબ જ નજીક છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન શિલ્પા શેટ્ટીએ ખુલાસો કર્યો હતો કે સલમાન ઘણીવાર તેના ઘરે આવતો હતો અને ક્યારેક તે રાતવાસો કરતો હતો. શિલ્પાએ કહ્યું કે, સલમાન તેના ખરાબ સમયમાં પણ તેની સાથે હતો.

શિલ્પાએ જણાવ્યું હતું કે ‘જયારે મારા પિતા આ દુનિયાથી ચાલ્યા ગયા ત્યારે સલમાન મારા ઘરે આવ્યા હતા. તે એ ટેબલ પર જઈને બેસી જાય છે જ્યાં બંને મિત્રો અવારનવાર ડ્રિન્ક કરતા હતા. સલમાન ખાન મારા પિતા સાથેની બધી વાત યાદ કરી રહ્યા હતા અને તે ખુબ રડી રહ્યા હતા, એ પછી અમારી મિત્રતા ખુબ સારી થઇ ગઈ હતી.’

આ દરમિયાન તેમના સંબંધો વિશે વાત કરતા શિલ્પા શેટ્ટીએ એમ પણ કહ્યું હતું કે, “એક સમય એવો હતો જ્યારે હું પ્રેમમાં હતી અને મારું દિલ તૂટી ગયું હતું, તે ફિલ્મી લાગી શકે છે, પરંતુ એ વાત સાચી છે કે મારા મિત્રોની પ્રેમકથા હતી. તેણે શરત લગાવી હતી. માણસ સાથે અને તેને મારી સાથે સંબંધ બાંધવા પડકાર ફેંક્યો. અમે બંનેએ સંબંધ શરૂ કર્યો પરંતુ જ્યારે મેં તે વ્યક્તિ સાથે બ્રેકઅપ કર્યું ત્યારે મારું દિલ તૂટી ગયું.

આ સિવાય સલમાન ખાને નચ બલિયે સીઝન-6માં શિલ્પા સાથેના પોતાના સંબંધો ખુલાસો કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે, ‘જયારે હું અને શિલ્પા સાથે ડિનર કરી રહ્યા હતા ત્યારે તેણે એક ગ્લાસ ઉઠાવ્યો અને તેને ફેંકીને તોડી નાખ્યો હતો. ત્યારે મેં તેને કહ્યું હતું કે તે આવું કેમ કર્યું આ મારી નાનીનો દીધેલ ગ્લાસ હતો અને મારી પાસે આ એક જ હતો તમે તેને તોડી નાખ્યો? મારા પિતા મને મારશે.’

વધુમાં સલમાને જણાવ્યું કે, મને જોર જોરથી રડતો જોઈને શિલ્પા પોતે પણ રડવા લાગી. જોકે, બાદમાં સલમાન સાવ સામાન્ય હસવા લાગ્યો હતો. વાસ્તવમાં સલમાને શિલ્પા સાથે મોટી મજાક કરી હતી અને પછી તેને કહ્યું હતું કે, જાવ બીજો ગ્લાસ લઈ લો. તમને જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટીએ ઘણા પ્રસંગોએ ખુલાસો કર્યો છે કે તેની સલમાન ખાન સાથેની મિત્રતા ક્યારેય નહીં તૂટે.