CrimeGujaratSouth GujaratSurat

સુરત ગ્રીષ્મા હત્યાકાંડ મામલે FIR માં મોટો ખુલાસો, હત્યારો ફેનિલ 1 વર્ષથી…

સુરતના કામરેજમાં યુવતી ની જાહેરમાં હત્યાથી સમગ્ર ગુજરાત ધ્રુજી ગયું છે. એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી ના ઘરે જઈને હંગામો કર્યો હતો અને યુવતી ના ભાઈ તેમજ મોટા પપ્પા પર હુમલો કર્યો હતો. જેમાં વચ્ચે પડેલી યુવતી ગ્રીષ્મા વેકરીયા નું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. આ ઘટના સોસાયટી ની બહાર જાહેરમાં કરાઈ હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ સમગ્ર રાજ્યમાં ફફડાટ મચી ગયો હતો. હવે આ મામલે યુવતી ના ભાઈ દ્વારા કરાયેલી FIR માં મોટો ખુલાસો થયો છે.

ગ્રીષ્મા ના ભાઈ એ FIR માં જણાવ્યું છે કે, મારું નામ ધ્રુવ વેકરીયા ઉંમર ૧૭ વર્ષ. રહે. લક્ષ્મીધામ સોસાયટી,પસોદરા પાટિયા,સુરત. હું ઉપરોક્ત સરનામેં મારા મમ્મી પપ્પા સાથે રહું છું અને ધોરણ ૧૨માં અભ્યાસ કરું છું. મારે એક બહેન ગ્રીષ્મા છે જેની ઉંમર ૨૧ વર્ષ છે જે કોલેજમાં અભ્યાસ કરે છે.પપ્પા હીરા ઘસવાનું કામ કરે છે જે છેલ્લા આઠ મહિનાથી સાઉથ આફ્રિકા ગયા છે.

આજે મારી બહેન ગ્રીષ્મા એ મમ્મી ને વાત કરી હતી કે ફેનિલ ગોયાણી છેલ્લા એક વર્ષથી હેરાન કરે છે અને તેની પાછળ પાછળ આવે છે.તેને અગાઉ પપ્પા ના મિત્ર એ સમજાવ્યો હતો છતાં તે હેરાન કરે છે.આજે પણ તે ગેટ પાસે આવીને ઉભો છે.તેથી આ વાત મેં મોટા પપ્પા ને કહી હતી. બાદમાં મોટા પપ્પા સુભાષભાઈ અને હું સાંજે ૬ વાગ્યા આસપાસ ફેનિલ ને સમજાવવા ગયા હતા અને કહ્યું કે કેમ ગ્રીષ્મા ને હેરાન કરે છે? આવું કહેતા ફેનિલ ઉશ્કેરાઈ ગયો હતો અને મોટા પપ્પા ને પેટમાં છરી મારી દીધી હતી.

હું છોડાવવા ગયો ત્યારે તેણે મને પણ માથાના ભાગે છરી મારી અને આટલામાં મારી બહેન ગ્રીષ્મા અને મમ્મી બહાર આવ્યા હતા. ફેનીલે મારી બહેન ને પકડી લીધી અને ગળા પર ચપ્પુ રાખી દીધુ. જેથી મારી બહેને તેમજ અમે લોકોએ ખુબ બુમો પાડી અને છોડવા માટે કહ્યું હતું અને બધા ગભરાઈ ગયા હતા.બાદમાં તેણે બહેન ના ગળા પર ચપ્પુ મારી અને પોતે ઝેરી દવા જેવું પી ગયેલ.

બાદમાં લોકો દોડી આવતા તે અમારા ઘરની આગળ આવેલા ખુલ્લા પ્લોટ બાજુ ભાગ્યો હતો અને બાદમાં પોલીસ પણ આવી ગઈ હતી. ફેનિલ પોતાના હાથ પર ચપ્પુ મારવા લાગ્યો હતો. અમે બહેન ને જોઈ પણ તે મરણ ગયેલ હતી.મને અને મોટા પપ્પા ને ઈજાઓ થઇ હતી જેથી કોઈએ એમ્બ્યુલન્સ ને બોલાવતા અમને હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરેલ છે.

આ ફેનિલ મારી બહેન ગ્રીષ્મા ને છેલ્લા એક વર્ષથી હેરાન કરતો હતો અને આજે અમારી સોસાયટી ના ગેટ પાસે આવતા એમે સમજાવવા ગયા હત. ત્યાં અમારા પર જીવલેણ હુમલો અને મારી બહેન ના ગળાના ભાગે ચપ્પુ ના ઘા મારી ખૂન કરેલ હોય તેના વિરુદ્ધ કાયદેસર થવા ફરિયાદ છે.