GujaratSouth GujaratSurat

‘રોહન’ બનીને રહીમે મહિલા વકીલને પ્રેમજાળમાં ફસાવી અને પછી અન્ય યુવતી સાથે નિકાહ કરી લીધાનો આરોપ

Suratમાં એક મહિલા વકીલે સહકર્મી વકીલ સામે ઓળખ છુપાવી પ્રેમસંબંધ બાંધ્યા બાદ દુષ્કર્મ અને છેતરપિંડીના ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ રહીમ શેખ નામના વકીલે પોતાની ઓળખ “રોહન” તરીકે આપી મહિલા વકીલ સાથે નજીકનો સંબંધ બાંધ્યો હતો. આરોપ છે કે તેણે હિન્દુ હોવાનું દર્શાવી વિશ્વાસ જીત્યો અને બાદમાં અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. જ્યારે પીડિતાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

માહિતી અનુસાર આરોપી રહીમ રઝાક ઉર્ફે રહીમ શેખે મહિલા વકીલ સાથે પરિચય વધાર્યો હતો અને પોતાનું નામ “રોહન” હોવાનું જણાવ્યું હતું. તે પોતે હિન્દુ ધર્મ પ્રત્યે લાગણી ધરાવતો હોવાનું પણ બતાવતો હતો. ઓફિસમાં સહકર્મીઓ અને અન્ય લોકો સમક્ષ પણ તે “રોહન” તરીકે જ ઓળખ આપતો હતો. આ રીતે વિશ્વાસ ઉભો કરી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીએ વિશ્વાસ જીતવા માટે પીડિતા સાથે ગણપતિ પૂજા અને સત્યનારાયણ ભગવાનની પૂજામાં પણ ભાગ લીધો હતો. સંબંધ વધુ ગાઢ બનતા આરોપીએ ઓફિસમાં જ મહિલા વકીલની માંગમાં સિંદૂર ભર્યું હતું અને મંગળસૂત્ર પહેરાવી ભવિષ્યમાં ધામધૂમથી લગ્ન કરવાની ખાતરી આપી હતી. આ વિશ્વાસના આધારે આરોપીએ પીડિતા સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું આક્ષેપ છે.

પીડિતાના જણાવ્યા મુજબ લાંબા સમય સુધી સંબંધ રાખ્યા બાદ જ્યારે તેણે લગ્ન માટે દબાણ કર્યું ત્યારે રહીમે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ પીડિતાને ખબર પડી કે આરોપીએ અન્ય યુવતી સાથે નિકાહ કરી લીધા છે. વિરોધ કરતાં આરોપીએ મારપીટ કરી હતી તેમજ જાતિ વિષયક અપમાનજનક ટિપ્પણીઓ અને ગાળો પણ આપી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે.

આ મામલે પીડિતાએ Chowk Bazar Police Stationમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી રહીમ રઝાક મુસલમાન ઉર્ફે રહીમ શેખ વિરુદ્ધ બળાત્કાર, છેતરપિંડી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ACP Mukesh Upadhyay દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.