શિક્ષક બન્યો શેતાન, ઇંગ્લિશના ક્લાસમાં આવવાનું કહીને વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ
સુરત શહેરથી ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધોને લાંછન લગાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં એક શિક્ષક દ્વારા એક કિશોરી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ઘટના સુરતના ઈચ્છાપુરમાં ઘટી છે. જ્યાં સ્પોકન ઇંગલિશ ક્લાસ માં અભ્યાસ માટે આવનાર કિશોરી પર દુષ્કર્મમાં આચરી તેનો વીડિયો શિક્ષક દ્વારા બનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ શિક્ષક દ્વારા કિશોરીનો વિડીયો પણ વાયરલ કરી દીધો હતો. તેના લીધે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ મામલામાં કિશોરીના પરિવારજનો ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, સુરતના ઇચ્છાપુર વિસ્તારના કૃષ્ણનગરમાં રહેનાર અરુણ વર્મા પોતાની જ સોસાયટીમાં ટ્યુશન ક્લાસ ચલાવી રહ્યો હતો. અહીં સોસાયટીના આસપાસના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા રહેતા હતા. એવામાં ધોરણ-12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હતી અને ત્યારબાદ આ શિક્ષકની નજર આ વિદ્યાર્થીની પર બગડી હતી. સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં આવવાનું કહીને આ વિદ્યાર્થીનીને શિક્ષક દ્વારા તેના ઘરે બોલાવવામાં આવી હતી. ત્યાર બાદ શિક્ષક દ્વારા વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રેક્ટર અને કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, ચારના મોત
આ પણ વાંચો: કચ્છની કેસર કેરીને લઈને આવ્યા મોટા સમાચાર
આ પણ વાંચો: રાજકોટમાં સ્કૂલ બસ નીચે કચડાતા વિદ્યાર્થિનીનું કરૂણ મોત
તેની સાથે શિક્ષક દ્વારા દુષ્કર્મનો વીડિયો પણ બનાવી લેવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીનીને ધમકી પણ આપી હતી કે, જો તો આ વિશેમાં કોઈને કહીશ તો તારો વિડીયો હું વાયરલ કરી દઈશ. તેમ છતાં આ વીડિયો શિક્ષક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવ્યો હતો. આ વીડિયો કિશોરીના પરિવારજનોના નજરે ચડી જતા પરિવાર દ્વારા તાત્કાલિક ઈચ્છાપોર પોલીસ સ્ટેશન પહોંચીને શિક્ષક અરુણ વર્મા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ઈચ્છાપોર પોલીસ દ્વારા અરુણ વર્માની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.