GujaratRajkotSaurashtra

રાજકોટમાં સ્કૂલ બસ નીચે કચડાતા વિદ્યાર્થિનીનું કરૂણ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત રાજકોટ જિલ્લાના જેતપુરના મોટા ગુંદાળા ગામથી સામે આવ્યો છે.

રાજકોટમાં એક વિદ્યાર્થિનીનું કરૂણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લાના જેતપુરના મોટા ગુંદાળા ગામમાં સ્કૂલ બસ ડ્રાઈવરની બેદરકારીના લીધે એક વિદ્યાર્થિનીનું કરૂણ મોત નીપજ્યું છે. ફરેણી સ્વામિનાયરણ મંદિરની સ્કૂલ બસ વિદ્યાર્થીઓને ગામમાં મૂકવા આવી તે સમયે આ કરૂણ ઘટના ઘટી હતી. વિદ્યાર્થિની બસમાંથી નીચે ઉતરી અને થોડા જ સમયમાં બસ ડ્રાઈવર બસને આગળ ચલાવી દીધી હતી. તેના લીધે આ વિદ્યાર્થિની બસ નીચે આવી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, ઘટનાના સીસીટીવીમાં ડ્રાઈવરની બેદરકારી સ્પષ્ટ જોવા મળી હતી. વિદ્યાર્થિની બસ આગળ આવી ગઈ હોવા છતાં ડ્રાઈવર તે બાબતની અજાણ હોય તે સ્થિતિમાં અકસ્માત સર્જ્યો હતો. કેશવી અભંગી નામની વિદ્યાર્થિનીનું આ અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે દીકરીના મોતના પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.

આ પણ વાંચો: રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રેક્ટર અને કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, ચારના મોત

આ પણ વાંચો: કચ્છની કેસર કેરીને લઈને આવ્યા મોટા સમાચાર

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે