Gujarat

વિવાદિત ટિકટોક સ્ટાર કિર્તી પટેલની પોલીસે કેમ કરી ધરપકડ જાણો, જુઓ વિડીયો

વિવાદિત ટિકટોક સ્ટાર કિર્તી પટેલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, કિર્તી પટેલ સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘણાં સમયથી ઈન્સ્ટાગ્રામ પર બેફામ વાણી બોલીને વિડીયો અપલોડ કરી રહી હતી.

એવામાં કીર્તિ પટેલની વાત કરીએ તો તે પોતાના સાગરીતો સાથે ગેરકાયદેસર મંડળી રચીને ભેંસાણના પરિવાર સાથે ઝઘડો કરવા માટે આવી પહોંચી હતી. આ બાબતમાં કીર્તિ પટેલ સહિત 10 લોકો સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કીર્તિ પટેલ દ્વારા જમનભાઈ ભાયાણી વિરૂધ્ધ મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, ભેંસાણના એક પરિવારને લઈને ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ધણા સમયથી ઈન્સ્ટાગ્રામમાં બેફામ વાણી વિલાસ કરીને વિડીયો અપલોડ કરતી હતી. જ્યારે હવે ગેરકાયદેસર મંડળી રચીને પોતાના સાગરિતો સાથે ભેંસાણના પરિવાર સાથે ઝઘડો કરવા માટે તે આવી પહોંચી હતી. તે બાબતમાં પોલીસ દ્વારા તેની સામે ગેરકાયદેસર મંડળી રચવી લાયોટીંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી 10 વ્યક્તિઓની ધરપકડ કરી છે.

નોંધનીય છે કે, ભેસાણનાં નવા બસસ્ટેશન સામે રહેનાર 48 વર્ષનાં જમનભાઈ બાવાભાઈ ભાયાણી વિરુદ્ધ કિર્તી પટેલ છેલ્લા ધણા સમયથી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બેફામ બોલી રહી હતી. તેમજ જમનભાઈ ભાયાણીને વીડિયોના માધ્યમથી અપશબ્દો બોલીને માર મારવાની ધમકી પણ આપતી રહેતી હતી.

કીર્તિ પટેલ સાગરીતો સાથે ભેંસાણ આવી પહોંચતા ભેસાણ પોલીસ અને એલ.સી.બી.એ દ્વારા કીર્તિ પટેલ અને તેના સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

જમનભાઈની ફરિયાદ આધારે પોલીસ દ્વારા આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી.કીર્તિ પટેલ (સુરત),અજય મંગુ જેબલીયા (સુરત),અવનીક ભરત વધાસીયા (સુરત),ભરત ધીરુ મજેઠીયા (નાના ભાદરકા) ,જીતેન્દ્રસિંહ રાઠોડ (અમદાવાદ),જતિન લાઠીયા (સુરત),વૈશાખ અરવિંદ રફાળીયા (સુરત),યશ વિપુલભાઈ મુજપરા (સુરત),સુરેન્દ્રસિંહ જસુ સિસોદિયા (સાણંદ),જયદિપ લાઠીયા (સુરત)..

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે