વિધર્મી યુવકે રસ્તા વચ્ચે જ યુવતીની છેડતી કરીને ફરવા જવા માટે કહ્યું અને પછી…
રાજ્યમાં બનતી ઘટનાઓને મહિલા સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે સુરત શહેરના ઉધના રણછોડ નગર ચાર રસ્તા નજીક ભાઠેના માં એક વિધર્મીએ 20 વર્ષની ઉંમરની એક હિંદુ યુવતીને ભરબપોરે રસ્તા વચ્ચે આંતરીને તમાચો માર્યો તેમજ ચપ્પુ લઈને યુવતીને મારવા તેની પાછળ દોડ્યો હતો. એટલું જ નહિ યુવકને જાણે કોઈનો ડર જ ના હોય તેમ યુવતીને કહ્યું કે ‘તુ મને પસંદ છે, મારી સાથે ફરવા ચાલ’ તેવું કહીને યુવતીનો હાથ પણ પકડ્યો હતો. યુવતીએ હાલ તો ઉધના પોલીસમાં આ ઘટનાને લઈને ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આરોપી મોહસીન નિહાલ શેખ સહિત બે લોકો વિરુદ્ધ છેડતી, મારામારી તેમજ ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 20 વર્ષની ઉંમરની એક યુવતી નોકરીથી નીકળીને સુરતના ઉધના રણછોડ નગર ચાર રસ્તા પાસેથી તેના ઘરે પરત જઈ રહી હતી. તે દરમિયાન એક વિધર્મી તેના મિત્ર સાથે બાઇક પર સવાર થઈને સીધો યુવતી આવ્યો અને યુવતીને કહેવા લાગ્યો કે મને તું બહુ પસંદ છે, ચાલ મારી સાથે ફરવા. આમ કહીને વિધર્મીએ ભરબજારમાં યુવતીનો હાથ પણ પકડ્યો હતો. જો કે યુવતીએ ના કહી દેતા વિધર્મીએ યુવતીને ભરબપોરે રસ્તા વચ્ચે જોરથી તમાચો પણ માર્યો હતો. ત્યારપછી પણ યુવતી વિધાર્મિના તાંબે ન થતાં વિધર્મી યુવક ચપ્પુ લઈ ને હિન્દુ યુવતીને પાછળ તેને મારવા દોડ્યો હતો.
નોંધનીય છે કે, વિધર્મી ચપ્પુ લઈને યુવતીને મારવા દોડ્યો તેથી ગભરાઈ ગયેલી યુવતીએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેના કારણે ત્યાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈ જતા વિધર્મી યુવક મોહસીન શેખ અને તેનો મિત્ર ત્યાંથી ભાગી ગયા હતા. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.