GujaratAhmedabad

વિદેશ જવાની ઘેલછામાં યુવકે 14.45 લાખ ગુમાવ્યા, તપાસમાં થયા મોટા ખુલાસાઓ….

વિદેશ જવાની ઈચ્છા આજના યુવા પેઢીમાં વધુ જોવા મળી રહી છે. પરંતુ ક્યારેક તેમની ઈચ્છા તેમને ભારે પડતી હોય છે કેમ કે કેટલાક એજન્ટો દ્વારા ખોટી રીતે પૈસા પડાવી લોકોને છેતરવા માં આવતા હોય છે. જ્યારે આજે આવો જ એક મામલો સામે આવ્યો છે. વિદેશ મોકલવાની લાલચ આપીને વડોદરાના યુવક સાથે ઠગાઈ કરનાર અમદાવાદના એજન્ટની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી એજન્ટ સૌરભ મધુવર્ષીની દ્વારા વડોદરા ના ધ્રવુ પટેલ નામના યુવકને કેનેડા મોકલવાના નામે રૂપિયા 14 લાખ 45 હજારની ઠગાઈ આચરી હોવાનો મામલો સામે આવ્યો છે.

તેની સાથે જાણકારી સામે આવી છે કે, આ કેસમાં દિલ્લી અને કોલકાતા ના એજન્ટ ના નામ સામે આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી દ્વારા કોલકાત્તામાં રહેનાર રોહિત નામના એજન્ટ સાથે મળીને વડોદરા ના ધ્રુવ પટેલ પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આરોપી દ્વારા કેનેડા, ન્યુઝીલેન્ડ અને UAEના વર્ક પરમિટના બનાવટી કોલ લેટર મોકલીને ધ્રુવ પટેલ પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા. એજન્ટ સૌરભ ખોખરા વિસ્તારમાં વિઝા કન્સલ્ટન્સી ના નામે અનેક લોકો સાથે ઠગાઈ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં જાણકારી સામે આવી છે કે, આરોપી સૌરભ મધુવર્ષી વિરુદ્ધ જમીન છેતરપિંડી અને વિઝાના નામે ઠગાઈ ના અનેક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં ધ્રુવ પટેલ નામનો 23 વર્ષીય યુવક વડોદરામાં પરિવાર સાથે વસવાટ કરે છે. ડિપ્લોમા પૂર્ણ કર્યા બાદ તે વિદેશ જવાના સપના જોઈ રહ્યો હતો. આ દરમિયાન ધ્રુવ પટેલ વડોદરામાં સ્વામિનારાયણ મંદિર ગયેલો હતો. ત્યાં તેની મુલાકાત શૈલેષભાઈ પટેલ નામના વ્યક્તિ સાથે થઈ હતી અને તેના સંપર્કથી 2023માં સૌરભના પરિચય થયો હતો. શરૂઆતમાં ધ્રુવ દ્વારા યુકે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ ઠગ સૌરભ દ્વારા યુકેમાં હાલ વર્ક વિઝા મળતા નથી તેમ કહીને કેનેડામાં વર્ક વિઝા મળી જશે તેમ કહીને ધ્રુવને પોતાની વાતો માં ફસાવી દીધો હતો. ત્યાર બાદ ધ્રુવ પટેલ દ્વારા કેનેડા જવાનું કીધું હતું.

જ્યારે આરોપી દ્વારા કેનેડા મોકલી આપવા માટે રૂ. 12 લાખ માણવામાં હતા. ધ્રૂવ પટેલ દ્વારા પિતાના એકાઉન્ટમાંથી વર્ષ 2023ના જૂન મહિનામાં 75 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ અલગ અલગ લોકોના એકાઉન્ટ નંબર આપીને સૌરભ અને તેના સાથી દ્વારા ભેગા મળીને વર્ષ 2023 ના ડિસેમ્બર મહિના સુધીમાં રૂ. 14 લાખ 45 હજાર પડાવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ કોઈપણ જાતના સ્ટેમ્પિંગ વગરનો પાસપોર્ટ બંને દ્વારા કુરિયર મારફતે મોકલી આપવામાં આવતા કૌભાંડ સામે આવ્યો હતો. આ કૌભાંડમાં કોલકાતામાં રહેનાર રોહિત કુમાર નામના એજન્ટનું પણ નામ સામે આવેલ છે. કોલકતા અને દિલ્હીના એજન્ટો ના કનેક્શનને જોતા ખોખરા પોલીસ દ્વારા આરોપી સૌરભ ના 10 દિવસના રિમાન્ડ મેળવી ને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.