Astrology

ખાંડના આ ઉપાય બદલી દેશે તમારું જીવન, દુ:ખ તો કરશે દૂર પણ સાથે તમને બનાવી દેશે માલામાલ…

જરૂરી નથી કે જીવનનો દરેક સમય સોનેરી જ હોવો જોઈએ. ઘણા લોકોના જીવનમાં મોટાભાગે ઉદાસી અને મુશ્કેલી હોય છે જેમાંથી તેઓ બહાર આવવા માંગે છે, પણ કોઈ રસ્તો શોધી શકાતા નથી. આવા સમયમાં જ્યોતિષમાં જણાવેલા કેટલાક ઉપાયો તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. શું તમે જાણો છો કે જે રીતે રસોડામાં વપરાતી ખાંડ મોઢામાં મીઠાશ લાવે છે, તેવી જ રીતે તે જીવનને પણ સુખદ બનાવી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ખાંડ સંબંધિત કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી પરિવારમાં કડવાશ, કરિયરમાં અવરોધ, ધનની અછત વગેરે સમસ્યાઓ દૂર થઈ શકે છે. આજે આ લેખમાં અમે તમને તે ઉપાયો વિશે ખાસ જણાવવાના છીએ.

ગ્રહોના દોષ…
એવું માનવામાં આવે છે કે ખાંડના જ્યોતિષીય ઉપાયો અપનાવવાથી ગ્રહ દોષોને દૂર કરી શકાય છે. આ માટે તમારે સૂર્યદેવને પ્રસન્ન કરવાની જરૂર પડશે. આ ઉપાય અપનાવવા માટે એક કલશમાં સ્વચ્છ પાણી લો અને તેમાં ખાંડના થોડા દાણા નાખો. હવે આ જળને વહેલી સવારે સૂર્યદેવને અર્પણ કરો. એવું કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી સૂર્ય ભગવાન જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ગ્રહ દોષ જલ્દી દૂર થઈ જાય છે.

શનિની સાડે સાતીથી છુટકારો મેળવવા…
જો તમે શનિની સાડાસાતીના કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો ખાંડનો એક ખાસ ઉપાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે સૂકા નારિયેળને છીણીને તેમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવો. કહેવાય છે કે આ ઉપાય કરવાથી કુંડળીમાં હાજર શનિથી મુક્તિ મળે છે.

સફળતા માટે…
ઘરની બહાર નીકળતી વખતે, જો તમે તમારા કરિયર સંબંધિત કોઈ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યા છો, તો ખાંડનો ઉપાય કરવાનું ભૂલશો નહીં. તમે તાંબાના વાસણમાં ખાંડ લઈ લો પછી સાથે પાણી પણ લઈ લો અને તેમાં ખાંડ ઓગાળીને પી લો. તે ખાંડ અને દહીંવાળા ઉપાયની જેમ કામ કરે છે અને સફળતા હાંસલ કરવામાં પણ મદદરૂપ સાબિત થશે.

પિતૃદોષ દૂર કરવા…
કહેવાય છે કે જો ઘરમાં પિતૃદોષ હોય તો તેના કારણે ફક્ત આર્થિક જ નહીં પણ શારીરિક સમસ્યાઓ પણ તમને ઘેરી શકે છે. પિતૃદોષના કારણે પરિવારના સભ્યો વચ્ચે અવારનવાર અણબનાવ રહે છે. ખાંડનો આ ખાસ ઉપાય તમારા કામ માટે સારો સાબિત થઈ શકે છે. આ ઉપાય કરવા માટે લોટની રોટલી બનાવી તેમાં ખાંડ મિક્સ કરીને કાગડાને ખવડાવો. એવું કહેવાય છે કે જે વ્યક્તિ આવું કરે છે તેની પરેશાનીઓ ઓછી થાય છે. જણાવી દઈએ કે આ ઉપાય ઘણા દિવસો સુધી કરવો શુભ માનવામાં આવે છે.

વેપારમાં વૃદ્ધિ લાવવા…
ખાંડના ઉપાય તમારા અટકેલા વ્યવસાયને ઠીક કરી શકે છે. આ સિવાય જો તમે લાંબા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો સૂકા લોટમાં ખાંડ મિક્સ કરીને કાગડા અને કીડીઓને ખવડાવો. આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે જે જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનું નિરાકરણ લાવે છે.

રાહુ દોષ ઘટાડવા…
કુંડળીમાં રાહુના અવરોધોને દૂર કરવા માટે, તમે થોડી ખાંડને લાલ કપડામાં બાંધી શકો છો અને રાત્રે સૂતી વખતે તમારા ઓશિકા નીચે રાખી શકો છો. આનાથી રાહુ દોષને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે