પત્નીના આડા સંબંધોથી કંટાળી પતિએ 7 મિનિટનો વીડિયો બનાવી જીવન ટુંકાવ્યું
અમદાવાદના Ranip વિસ્તારમાં 22 માર્ચે દશરથ દેસાઈ નામના વ્યક્તિએ પત્નીના સંબંધો અંગેના શંકા અને આર્થિક વિવાદોથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બનાવ પહેલા બનાવેલા વીડિયોના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો અને ઘટના બાદથી ફરાર રહેલી પત્ની ભગવતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
માહિતી મુજબ, મૃતકે આત્મહત્યા પહેલા અંદાજે 6 મિનિટ 51 સેકન્ડનો વીડિયો બનાવ્યો હતો અને બે પાનાની સુસાઇડ નોટ પણ લખી હતી. તેમાં તેણે પત્ની પર અન્ય પુરુષો સાથે સંબંધ હોવાના અને પૈસાની ગેરવહીવટના ગંભીર આક્ષેપો કર્યા હતા.
સુસાઇડ નોટમાં દશરથભાઈએ પોતાના પરિવાર પ્રત્યે લાગણી વ્યક્ત કરી બાળકોને માફી માગી હતી અને પત્ની તથા કેટલાક અન્ય લોકોના નામ લઈને તેમના સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વીડિયોમાં પણ તેણે માનસિક તણાવ અને ઘરેલુ વિવાદોની વાત કરી હતી.
અંતિમ નોટ: હું દશરથ દેસાઈ ઉંમર 43 આત્મહત્યા કરું છું. કારણ કે, મારી પત્નીના અનેક લોકો સાથે આડા સંબંધ હતા, જે મેં તેના મોબાઈલ નંબરના સ્ટેટમેન્ટ નીકાળ્યા. મારા 25 લાખ રૂપિયા વાપરી નાખ્યા તેમ છતાં હું સમાધાન કરી તેને લઈ આવ્યો તેમ છતાં તેના ભાઈઓ આવીને લઈ ગયા.
હું મારા બાળકોને બહુ પ્યાર કરું છું. લક્ષ્મી અને રૂદ્ધ મને માફ કરજો. મારી મમ્મી અને ભાઈએ બહુ સહન કર્યું મારા કારણે. હવે હું બધાને માફી માંગુ છું. મારી પત્નીના આડા સંબંધો મહેશ દેસાઈ અને વિષ્ણુ દેસાઈ. દરેકના નંબર કોલ ડીટેલમાં છે અને વોટ્સએપમાં પણ છે.
મારી પત્નીએ એક વર્ષ સુધી મારા બાળકને શાળાએ ના મૂક્યા અને તેમની સામે પરપુરુષની જોડે મારા બેડરૂમમાં સહસયન કરતી રહી અને બાળકોને બહાર હોલમાં ટીવી જોવા રાખતી. તેમ છતાં હું બધું ભૂલી આગળ જિંદગી જીવવા માંગતો હતો. હું મારા પરિવાર સિવાય જિંદગીની કલ્પના કરી શકતો નથી. મારી પત્ની બે વર્ષથી એક મોબાઈલ ફોન મારાથી સંતાડીને રાખતી હતી. જે સુરેખા દેસાઈના નામે 8511****** છે.
અગણિત લફરા હતા. જે 9265****** અને ઉપરના નંબરના CDRથી ખબર પડી જશે. સુરી અને લક્ષ્મી બંને ભાગીદાર હતી મારી પત્નીના લફરામાં. હું મરું તો મારા બાળકો મારા નાના ભાઈ અને મારી મમ્મીને સોંપજો અને શક્ય હોય તો મારી પત્નીને સજા અપાવજો. લક્ષ્મી અને રૂદ્ધ મને માફ કરજો. પપ્પા હવે નહીં જીવી શકે. અલવિદા.
પરિવારના જણાવ્યા મુજબ, પત્નીએ ઘરનાં દાગીના ગીરવે મૂકી અને અંદાજે ₹25 લાખ જેટલી રકમનો ગેરવપરાશ કર્યો હતો. સતત ઝઘડા અને દબાણના કારણે દશરથભાઈ ભારે માનસિક તણાવમાં હતા, જે અંતે આત્મહત્યાનું કારણ બન્યું હોવાનું પરિવારનો આક્ષેપ છે.Ranip Police Station દ્વારા આરોપીની મોબાઇલ તપાસમાં લેવામાં આવી છે અને ટેકનિકલ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં અનેક મુદ્દાઓ સામે આવ્યા છે અને હવે મૃતકના પરિવારજનોએ કેસમાં સામેલ અન્ય લોકો સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.