સોમવારે ભારતીય ચૂંટણી પંચે દેશની 3 રાજકીય પાર્ટીઓ પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવી લીધો છે. ચૂંટણી પંચે TMC, CPI તેમજ NCP પાર્ટી પાસે રહેલો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવી લીધો છે. તો વળી ચુંટણી પંચે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણીમાં આ રાજકીય પાર્ટીને મળેલા વોટ તેમજ તેમના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના આધાર પર ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે સોમવારે આ વિષય પર કાર્યવાહી કરીને આ આંકડા જાહેર કર્યા છે અને આ પાર્ટીઓનો રાષ્ટ્રીય દરજ્જો છીનવી લીધો છે.
નોંધનીય છે કે, મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કમ્યુનિષ્ટ પાર્ટી ઓફ ઈંડિયા પાસેથી રાષ્ટ્રીય પાર્ટી તરીકેનો દરજ્જો પરત ખેંચો લીધો છે. તો વળી બીજી બાજુ ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપ્યો છે. ચૂંટણી પંચે સોમવારે સાંજે તમામ પાર્ટીના રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તરના દરજ્જાની નવી યાદી જાહેર કરી છે. ત્રિપુરામાં હાલમાં જ યોજાયેલી ચૂંટણીમાં પોતાની વોટ બેન્કનો દમ દેખાડનારી મોથા પાર્ટીને ચૂંટણી પંચે રાજ્ય સ્તરની પાર્ટીનો દરજ્જો આપ્યો છે.