દાહોદમાં ટેમ્પોની અડફેટે આવતા બાઈક ચાલકનું કરૂણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત દાહોદ તાલુકાના પુંસરી ગામથી સામે આવ્યો છે.
દાહોદ તાલુકાના પુંસરી ગામમાં સીએનજી બોટલ ભરેલા ટેમ્પોની ટક્કર મારવામાં આવતા બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળ પર કરૂણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે અકસ્માત સર્જી ટેમ્પો ઘટનાસ્થળ પર મુકી ચાલક નાસી ગયો હતો. દાહોદ તાલુકા પોલીસ દ્વારા ટેમ્પો ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, દાહોદ તાલુકાના ડુંગરા ગામના ઉસરા ફળીયામાં રહેનાર નિતીન મુકેશભાઇ ડામોર ગઈ કાલના તેમના કાકા દિનેશભાઇની બાઇક લઇને રાત્રીના સમયગાળામાં પુંસરી ગામ પાસેના રોડ પરથી જઈ રહ્યા હતા. તે સમયે સી.એન.જી. બોટલ ભરેલ ટેમ્પાના ચાલક દ્વારા બાઈકને અડફેટે લેવામાં આવતા અકસ્માત સર્જાયો હતો. જેત્યાર બાદ ટેમ્પો ચાલક ઘટનાસ્થળ પર ટેમ્પો મુકીને નાસી ગયો હતો.
જ્યારે આ અકસ્માતમાં નિતીનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળ પર કરૂણ મોત નિપજ્યું છે. અકસ્માતના લીધે સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. અકસ્માતની જાણકારી મળતા નિતીનભાઈના પરિવારજનો પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. આ સંદર્ભમાં મૃતક નિતીનના પિતા મુકેશભાઇ ડામોર દ્વારા ફરાર ટેમ્પો ચાલક સામે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.