સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ, પતિએ વકીલ પત્નીને હોટલમાં બોલાવી ક્રૂરતાથી હત્યા કરી
સુરત શહેરથી વિચિત્ર મામલો સામે આવ્યો છે. સુરતમાં પાલ વિસ્તારમાં આવેલી હોટલના એક રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં 24 વર્ષીય યુવતીની લાશ મળી આવી હતી. તેના લીધે પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી. આ યુવતી વ્યવસાયે વકીલ હોવાનું સામે આવ્યું હતું અને તેની હત્યા તેના જ પતિ દ્વારા કરવામાં આવી હતી. પતિ દ્વારા હોટલમાં બોલાવીને હત્યા પત્નીની હત્યા કરવામાં આવી હતી.
ઘટનાને લઈને જણાવી દઈએ કે, પાલમાં રોયલ ટાઇટેનિયમ કોમ્પલેક્ષમાં આવેલી ધ બુલ ગ્રુપ હોટેલમાંથી મહિલાની લાશ મળી હતી. ગત ગુરૂવારની સાંજના સમયે એક કપલ અહીંયા પહોંચ્યું હતું. તેમ છતાં ગત રોજ સાંજ સુધી પણ આ રૂમનો દરવાજો ન ખુલતા કંઈક અજુગતુ થયુ હોવાની શંકા જતા હોટેલના મેનેજર દ્વારા ત્યાં હાજર સ્ટાફને કહીને રૂમનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો. તે દરમિયાન તેમાંથી એક યુવક બહાર આવ્યો હતો અને તરત જ તે નાસી ગયો હતો. તેમાં આ મહિલા અડાજણ વિસ્તારમાં રહેતી અને એડવોકેટ નીશી ચૌધરી હોવાની જાણકારી સામે આવી હતી. ત્યારે તેની હત્યા કરનાર તેનો જ પતિ રોહિત કાટકર હોવાનું સામે આવ્યું છે. 4 જુલાઈના રોજ સાંજના છ વાગ્યે નીસી અને તેનો પતિ રોહિત હાથમાં હાથ નાખીને હોટલમાં પહોંચ્યા હતા. ત્યારબાદ થોડો સમય રિસેપ્શનમાં વાતચીત બાદ તેમને એક રૂમ લીધો હતો. આ રૂમ માંથી 24 કલાક સુધી બહાર આવ્યા નહોતા. ત્યારબાદ સ્ટાફ દ્વારા દરવાજો ખખડાવતા રોહિત રૂમ માંથી નાસી ગયો હતો. રૂમની અંદર તપાસ કરવામાં આવી તો મહિલાનું પેટ ચેરી અને હાથની નસો કાપીને હત્યા કરવામાં આવી હતી.
જ્યારે હત્યા બાદ આરોપી રોહિત અડાજણ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો હતો. ત્યારબાદ તેને પાલ પોલીસને સોંપી દેવાયો હતો. આ બાબતમાં રોહિતની પ્રાથમિક પૂછપરછ કરાઈ હતી. તેમ છતાં તેની તબિયત લથડતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો છે. ત્યાં તેની સારવાર બાદ પૂછપરછ કરાશે.
આ બાબતમાં આરોપી રોહિત દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું છે કે, તેણે અને નીસીને સાથે જ રહેવું હતું. તે બંને એ પ્રેમ લગ્ન કર્યા હતા. તેમ છતાં પરિવાર નો ઝઘડો રહેલો હતો. 2022 માં નીશી ચૌધરી અને રોહિત કાટકર એક કેમ્પ દરમિયાન એકબીજાને જાણતા થયા હતા. ત્યારબાદ નીશી અને રોહિત વચ્ચે નંબર ની આપલે કર્યા બાદ બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. તેના પછી બન્ને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. તેમ છતાં તેમણે પરિવાર થી આ વાત ખાનગી છુપાવી રાખી કારણ કે, રોહિત ને જાણ હતી કે, પરિવાર નીશી સાથે નો તેનો આ સંબંધ ક્યારેય પણ સ્વીકારશે નહીં. ડિસેમ્બર 2022 માં એડવોકેટ ની પ્રેક્ટિસ કરતી નીશી અને રોહિતે ચોરી છુપીથી પરિવારજનોની વિરુદ્ધ જઈને કોર્ટમાં લવ મેરેજ કરી લીધા હતા. તે સમયે બંને પરિવાર ની જાણ બહાર પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા હતા. પરંતુ ઘરે તો સિંગલ જ બનીને જતા આવતા રહેતા હતા. પરંતુ માર્ચ 2023 માં નીશી અને રોહિત સાથે હોય તેવી તસ્વીરો અંગે બંનેના પરિવારને જાણ થઈ ગઈ હતી. ત્યારબાદ બંને દ્વારા કોર્ટ મેરેજ કરીને ઘરે જાણ કરવામાં આવી હતી.