Uncategorized

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સ્ટેજ પર ઉંધા માથે પડ્યા, વિડીયો વાયરલ

US President Joe Biden : ગુરુવારે એક કાર્યક્રમ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સ્ટેજ પર બધાની સામે ઉંધા માથે પડી ગયા હતા. આ પછી, તેમણે ધ્યાન દોર્યું કે પગ શેનાથી અથડાયો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

80 વર્ષીય બિડેનને એરફોર્સના અધિકારીઓએ ઝડપી ઊભા કર્યા હતા. બિડેન કોલોરાડોમાં એરફોર્સ એકેડમીમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. તેમણે મિલિટરી એકેડમીના સ્નાતકોને સંબોધિત કર્યા. આ પછી તેણે કેડેટ સાથે હાથ મિલાવ્યા અને પોતાની સીટ પર પાછા જતાં હતા.

જ્યારે તેમણે એક બે પગલાં જ ભર્યા ત્યાં તેઓ ઉંધા માથે પડી ગયા હતા. સ્ટેજ પર હાજર વાયુસેનાના અધિકારીઓએ તેમને ટેકો આપીને ઊભા કર્યા હતા . આ દરમિયાન રાષ્ટ્રપતિએ ધ્યાન દોર્યું કે તેમનો પગ અહી નીચે બેગ સાથે સ્પર્શી ગયો હતો.સ્ટેજ પર એક નાની કાળી રેતીની થેલી હતી. બિડેન તેને જોઈ શક્યા નહીં.

બાદમાં બિડેન સ્ટેજ પર કોઈ પણ ટેકા વિના ચાલતા જોવા મળ્યા હતા. સમારોહના અંતે તેઑ હસતાં હસતાં કારમાં જતાં પણ દેખાયા હતા. આ ઘટના બાદ વ્હાઇટ હાઉસના કોમ્યુનિકેશન ડાયરેક્ટર બેન લાબોલ્ટે ટ્વીટ કર્યું કે તેઓ ઠીક છે. સ્ટેજ પર એક રેતીની થેલી હતી. તેની સાથે તેઓ અથડાયા હતા.