India

વિજય દેવેરાકોંડા પર લગ્ન માટે દબાણ કરી રહ્યા છે તેમના માતા-પિતા, સાથે જાણો આ અભિનેત્રી આવતા મહિને કરી શકે છે બીજા લગ્ન…

સાઉથ સુપરસ્ટાર વિજય દેવેરાકોંડા તેની આગામી ફિલ્મ ‘કુશી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે 1 સપ્ટેમ્બરે રિલીઝ થશે. વિજય તાજેતરમાં ટીવી શો ‘નિથોન ડાન્સ’ના છેલ્લા એપિસોડમાં મુખ્ય અતિથિ તરીકે જોવા મળ્યા હતા. આ દરમિયાન એક સવાલના જવાબમાં વિજયે કહ્યું કે મારા માતા-પિતા મારા પર લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા છે. તેમની કેટલીક શરતો છે. માતા મારી પાસેથી પૌત્રો ઇચ્છે છે. ત્યારે વરિષ્ઠ અભિનેત્રી રાધા વિજયને સલાહ આપે છે કે તેઓ માતા-પિતાને જોઈતી ખુશી આપે.

આના પર વિજયે કટાક્ષ કર્યો કે લગ્નમાં વિલંબ કરીને તે માતા-પિતાની ખુશીની ખાતરી કરી રહ્યા છે. આ સાંભળીને ત્યાં હાજર બધા હસી પડ્યા. જે પ્રોમો સામે આવ્યો છે તેમાં, નટરાજ માસ્ટર, અમરદીપ અને વિજય વચ્ચે તેમના લગ્નને લઈને ઝઘડાની ઝલક જોઈ શકાય છે.

જોવાય છે કે 34 વર્ષીય વિજયની ગણતરી સાઉથ ઈન્ડસ્ટ્રીના સૌથી હેન્ડસમ અને એલિજિબલ બેચલર્સમાં થાય છે. ઘણા સમયથી વિજયની અભિનેત્રી રશ્મિકા મંદન્ના સાથે ડેટિંગના સમાચાર ફેલાઈ રહ્યા છે. જોકે ફિલ્મોમાં સાથે કામ કરી ચુકેલા રશ્મિકા-વિજય એકબીજાને માત્ર મિત્રો જ જણાવે છે. વિજયની આગામી ફિલ્મ ‘કુશી’માં અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

હવે વાત કરીએ તો શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘રઈસ’માં જોવા મળેલી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન આ દિવસોમાં ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 38 વર્ષની માહિરા સપ્ટેમ્બરમાં તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ સલીમ કરીમ સાથે લગ્ન કરવા જઈ રહી છે. અહેવાલો મુજબ, માહિરા બિઝનેસમેન સલીમ કરીમ સાથે પાકિસ્તાનના પંજાબના એક હિલ સ્ટેશન પર એક આત્મીય સમારોહમાં લગ્ન કરશે, જ્યાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજરી આપશે.

જોકે, હવે માહિરાના મેનેજર અનુશય તલ્હાએ આ અહેવાલોને અફવા ગણાવી છે. જિયો વેબના રિપોર્ટ મુજબ, અનુષયે માહિરાના લગ્નના સમાચારને ‘બેજવાબદાર પત્રકારત્વ’ ગણાવ્યું છે. તેણે કહ્યું કે માહિરાએ લગ્ન વિશે કશું કહ્યું નથી અને આ બધી અફવાઓ અને અટકળો પાયાવિહોણી છે. નોંધનીય છે કે માહિરાએ વર્ષ 2020માં સલીમ સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો હતો.

આ પહેલા માહિરાએ વર્ષ 2007માં પરિવારની ઈચ્છા વિરુદ્ધ અલી સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર અઝલાન અક્સરી પણ છે. માહિરા અને અલીએ વર્ષ 2015માં છૂટાછેડા લીધા હતા. માહિરાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થનારી પ્રથમ પાકિસ્તાની વેબ સિરીઝ ‘જો બચે હૈં સંગ સમેત લો’માં ફવાદ ખાન સાથે જોવા મળશે. માહિરા આ પહેલા ફિલ્મ ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’માં જોવા મળી હતી.