Crime

છોકરા-છોકરીનો છત પર કિસ કરતો ફોટો થયો વાયરલ,પોલીસને જાણ થતાં કર્યું આવું..

ઇરાનના બે પાર્કૂરના એથ્લેટ્સે છત પર કંઇક એવું કર્યું,કે જેના કારણે હંગામો ઊભો થઈ ગયો.તમને જણાવી દઈએ કે આ બંનેનો કિસ કરતો એક ફોટો વાયરલ થયો , ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી.અહી ઉલ્લેખનીય છે ટેરેસના ખૂણા પર તેના સ્ટંટ પાર્ટનર સાથે અલીરેઝા જપલાગી નામના પ્રખ્યાત પાર્કર એથ્લેટને કિસ કરી હતી.તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે પોસ્ટ કરેલો ફોટો વાયરલ થયો હતો, તેથી પોલીસે એથ્લેટ્સની ધરપકડ કરી હતી. બીબીસી ન્યૂજ અનુસાર, તેહરાન પોલીસે કહ્યું કે તેમની “બિનપરંપરાગત ચાલ, જે રિવાજ અને શરિયા કાયદાની વિરુદ્ધ છે, જેના માટે તેમની ધરપકડ કરવામાં આવી છે.”

રાજધાનીના પોલીસ વડા, હોસીન રહીમીએ અર્ધ-સત્તાવાર ન્યૂઝ એજન્સી આઈએસએનએને ઉલ્લેખીને જણાવ્યું છે કે, આ વ્યક્તિને તેહરાનની સાયબર પોલીસે ધરપકડ કરી છે. તેમણે કહ્યું, “અમે આ બંને એથ્લેટ્સની નિયમ ભંગ અને અસભ્ય વર્તન વિરુદ્ધ છીએ અને પોલીસ અને ન્યાયતંત્ર તેમની સાથે નિશ્ચિતરૂપે કાર્યવાહી કરશે.”

ગયા સોમવારે અલીરેઝા જપલાગીની પોલીસ ધ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગુરુવારે ફોટામાં દેખાઈ રહેલ મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી હતી.અહી ઉલ્લેખનીય છે કે તેમની ધરપકડ પછી, લોકો રમતવીર અલીરેઝા જપલાગીના સમર્થનમાં આવ્યા છે અને સરકારને અપીલ કરવામાં આવી રહી છે કે તેમને મુક્ત કરવામાં આવે.તમને જણાવી દઈએ કે લોકોએ ટ્વિટર પર આવી પ્રતિક્રિયા પણ આપી છે.

અહી ઉલ્લેખનીય છે કે અલીરેઝા જપલાગીએ પોતાનો ફોટો શેર કર્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે તે ટેરેસના ખૂણામાં તેની મહિલા સાથી સાથે બેઠો છે અને તે મહિલાને કિસ કરી રહ્યો છે. ઇસ્લામિક ડ્રેસ કોડ હેઠળ મહિલાઓ ફક્ત જાહેરમાં પોતાનો ચહેરો, હાથ અને પગ બતાવી શકે છે. સોમવારે તેણે એક ઈન્સ્ટાગ્રામ વીડિયો બનાવ્યો અને લોકોને કહ્યું કે તેને ઘણા કોલ આવી રહ્યા છે, જેમાં લોકો તેને શરણાગતિ સ્વીકારવા માટે કહી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે તેના ભાઈએ બીજા જ દિવસે આ જ એકાઉન્ટ પર એક પોસ્ટ અપડેટ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે અલીરેઝાને તેના ઘરેથી લઈ જવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.